પાણીપુરી ખાતા પહેલા અહીં બતાવવું પડશે આધાર કાર્ડ, જુઓ ફની વીડિયો

PC: hindi.news18.com

દુનિયાભરમાં ફૂડ લવર્સની કોઈ કમી નથી. આ જ કારણ છે કે, ખાવાની બાબતમાં દરેક વ્યક્તિના સ્વાદને ધ્યાનમાં રાખીને બજારોમાં વધુને વધુ સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો આવતા રહે છે. જ્યારે બીજી તરફ, આજકાલ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ પણ નવા ફ્લેવરની શોધમાં ખાદ્યપદાર્થો પર પ્રયોગ કરવામાં શરમાતા નથી. જો કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકની ખાવાની પસંદગી અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ એક વસ્તુ છે જે દરેકની ફેવરિટ છે અને તે છે પાણીપુરી (ગોલગપ્પા), જે એક એવું ફાસ્ટ ફૂડ છે, જેના માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે અને સાથે સાથે તેના પર હંમેશા પૈસા ખર્ચવા તૈયાર હોય છે. હાલમાં જ પાણીપુરી સંબંધિત એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હસતા હસતા તમારી હાલત ખરાબ થઈ જશે.

ફૂચકા, પાણી ના પતાસા, ગુપચુપ અને પાણીપુરી તરીકે ઓળખાતા ગોલગપ્પાનો એક ફની વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ખરેખર, શું તમે ક્યારેય એવી કોઈ દુકાનનું નામ સાંભળ્યું છે, જે આધાર કાર્ડ બતાવ્યા પછી જ પાણીપુરી ખવડાવે છે? જો તમારો જવાબ ના હોય તો આ અદ્ભુત વીડિયો જોવો જ રહ્યો, જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'આધાર કાર્ડ જોયા પછી અહીં પાણીપુરી ખાવા મળે છે.'

ભગતજીની પાણીપુરીની આ દુકાન 1984થી ચાલી રહી છે. તેનું કહેવું છે કે તેણે આ સ્ટોલ 16 વર્ષની ઉંમરે લગાવવાનું શરૂ કર્યું હતું. આજે પણ તેમની દુકાન પર 4 પાણીપુરી 10 રૂપિયામાં મળે છે, પરંતુ તેઓ તેમના સ્ટોલ પરથી બાળકો, 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને મહિલાઓને પાણીપુરી ખવડાવતા નથી. આ પાછળ ભગતજીનો તર્ક છે કે, તેમની પાણીપુરીનું પાણી એટલું તીખું હોય છે કે દરેક વ્યક્તિ તેને ખાઈ શકતી નથી. તેથી જ તેઓ આવું કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ફૂડ બ્લોગર કહી રહ્યા છે કે, અહીં 6 પાણીપુરી 20 રૂપિયામાં મળે છે. આશ્ચર્યની વાત એ છે કે, અહીં પાણીપુરી માત્ર પુરુષોને જ ખવડાવવામાં આવે છે. વીડિયોમાં પાણીપુરીની લારી પર લખેલું જોવા મળે છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પાણીપુરી ખવડાવવામાં આવશે નહીં. બીજી તરફ પાણીપુરી વેચનાર વ્યક્તિની વાત માનીએ તો આ પાણીપુરી ડાયાબિટીસ અને હાર્ટ એટેક બંનેમાં કામ કરે છે. વીડિયો જોઈને કેટલાક યૂઝર્સ ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે, તો કેટલાક યૂઝર્સ ખૂબ એન્જોય કરી રહ્યાં છે. વીડિયો પર વિવિધ પ્રકારની ફની કોમેન્ટ્સ વાંચવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'જેને મરવું હોય તે આવું ખાય.' અન્ય એક યુઝરે લખ્યું, 'પેટ નહીં, માણસ સાફ થઇ જશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp