AAPને દિલ્હી પાલિકામાં મોટો ઝટકો, ભાજપે તેના ગઢમાં પણ સુરતવાળી કરી દીધી

PC: twitter.com/upadhyaysbjp

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી થવાની છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ને એક મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના બવાના વૉર્ડથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પવન સેહરાવત ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઇ ગયા છે. દિલ્હી ભાજપ તરફથી ટ્વીટ કરીને તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની ઉપસ્થિતિમાં બવાનાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પવન સેહરાવતે ભાજપની સભ્યતા ગ્રહણ કરી. ઉલ્લેખનીય છે કે દિલ્હી આપનું ગઢ છે. ત્યાં પણ સુરતમાં જેમ કોર્પોરેટરોને ખેંચી લાવ્યા હતા તે રીતે લઇ આવ્યા છે. 

MCDમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી અગાઉ કોર્પોરેટરના રાજીનામાંથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે. MCDના સદનની કાર્યવાહી આજે બોલાવવામાં આવી છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થવાની છે. 22 ફેબ્રુઆરીના રોજ મેયરની ચૂંટણી થઇ હતી, જેમાં આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરે ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ ફરી આખી રાત સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી માટે સદનની કાર્યવાહી ચાલી, પરંતુ હોબાળો અને ઝપાઝપી સિવાય બીજું કંઇ ન થઇ શક્યું.

સ્થાયી સમિતિમાં કેટલા સભ્ય?

MCDની સ્થાયી સ્થિતિમાં કુલ 18 સભ્ય હોય છે. જેમાં 6 સભ્ય કોર્પોરેટરો દ્વારા ચૂંટાય છે, તો 12 સભ્ય MCDના અલગ અલગ ઝોનથી ચૂંટવામાં આવે છે. કેન્દ્ર સરકારે સુચારું કામકાજ માટે MCDના 12 પ્રશાસનિક (ઝોન) ક્ષેત્રોમાં વહેચી રાખ્યા છે, જેમાં દિલ્હીના સેન્ટ્રલ, સિટી SP (સદર પહાડગંજ), સિવિલ લાઇન્સ, કરોલ બાગ, કેશવ પુરમ, નજફગઢ, નરેલા નોર્થ શાહદરા, રોહિણી, સાઉથ શાહદરા, સાઉથ અને વેસ્ટ સામેલ છે. MCDમાં સ્થાયી સમિતિ પાસે ખૂબ પાવર છે.

કોન્ટ્રેક્ટવાળી પરિયોજનાઓ પર મેયર નિગમાયુક્તને પહેલા સ્થાયી સમિતિથી મંજૂરી લેવી પડશે. સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા બાદ જ તેને મેયર સદનથી પાસ કરાવવા માટે રાખી શકે છે. પ્રસ્તાવ અસહમત થવા પર સદન સ્થાયી સમિતિની પરિયોજનાઓને ફગાવી શકે છે. સ્થાયી સમિતિ પ્રસ્તાવો પરત કરીને વિભાગને નવી રીતે સમીક્ષા કરવાનો આદેશ આપી શકે છે. મોટા વ્યાવસાયિક અને આવાસીય સંપત્તિઓના નકશા અને લે-આઉટ પ્લાન પાસ કરવાનો અધિકાર સ્થાયી સમિતિ પાસે છે.

દિલ્હી નિગમાયુક્તની રજા મંજૂર કરવા અને નિગમમાં કઇ એજન્સી કામ કરશે અને કઇ નહીં. તેનો નિર્ણય લેવાનો અધિકાર સ્થાયી સમિતિ પાસે છે. MCDના કોઇ પણ પરિયોજનાનું બજેટ નક્કી કરવા અને 50 ટકા રૂપિયા સુધીની કોઇ પણ અચલ સંપત્તિ વેચવા અને ભાડા પર આપવાના અધિકાર પણ સ્ટેન્ડિંગ કમિટી પાસે છે. સ્ટેન્ડિંગ કમિટીમાં જે ચેરમેન બનશે, તેની હેસિયત કામકાજના હિસાબે મેયરથી ઓછી નથી. સ્ટેન્ડિંગ કમિટી પર જો કોઇ પ્રકારે ભાજપનો કબજો થઇ જાય છે, તો પછી MCDમાં ઉપરાજ્યપાલ અને કેજરીવાલ સરકારની જેમ પાવર ક્લેશ થતો રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp