કર્ણાટકમાં આપને 1 ટકા જ વોટ મળ્યા, પણ આ જગ્યાએથી મળી મોટી ખુશખબરી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ બહુમતના આંકડાને પાર કરી લીધો છે. તેમજ, બીજા નંબર પર BJP અને ત્રીજા નંબર પર JDS આગળ છે. જોકે, હજુ પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, રાજ્યમાં ગઠબંધનની સરકાર બની શકે છે. વિધાનસભા ચૂંટણીમાં ચાર મહત્ત્વની મુખ્ય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. કોંગ્રેસ, BJP, JDS અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. પરંતુ, ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના હાથમાં નિરાશા જ આવી છે.

આમ આદમી પાર્ટી માટે કરવામાં આવેલા વોટિંગ પરસેન્ટેજની વાત કરીએ તો કર્ણાટકની જનતાએ આમ આદમી પાર્ટીને સંપૂર્ણરીતે નકારી દીધી છે. આ ચૂંટણીમાં AAPને માત્ર 0157 ટકા વોટ જ મળ્યા છે. એટલે કે, કુલ 45201 વોટ જ આમ આદમી પાર્ટીને મળ્યા છે. જણાવી દઈએ કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદથી પાર્ટી સતત પોતાનો વિસ્તાર કરી રહી છે. રાષ્ટ્રીય સ્તર પર તે કોંગ્રેસનું સ્થાન લઇને મુખ્ય વિપક્ષી પાર્ટી બનવાના પ્રયાસ કરી રહી હતી. વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આપએ 28 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. પરંતુ, આ દરમિયાન આપને માત્ર 0106 ટકા વોટ શેર જ મળ્યો હતો.

વિધાનસભા ચૂંટણી 2023માં આમ આદમી પાર્ટીએ કર્ણાટકની 209 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. મતગણતરીમાં 224 સીટોના પરિણામ આવવા માંડ્યા છે. તેમા BJP અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. BJP બીજા નંબર પર છે. તેમજ  પહેલા સ્થાન પર કોંગ્રેસ અને ત્રીજા સ્થાન પર JDS છે. પરંતુ, આમ આદમી પાર્ટી ક્યાંય પણ પોતાનું ખાતું ખોલાવવામાં સફળ નથી થઈ અને કર્ણાટકની જનતાએ આપને નકારી દીધી છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ હાલ 120 સીટો પર આગળ ચાલી રહી છે. તેમજ, BJP 74 અને JDS 23 સીટો પર આગળ ચાલી રહી છે.

જલંધર લોકસભા ઉપચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થતી દેખાઈ રહી છે. અત્યારસુધીની મતગણના દરમિયાન આમ આદમી પાર્ટી ઉમેદવાર સુશીલ રિંકૂ આગળ ચાલી રહ્યા છે. હાલ, તેઓ કોંગ્રેસથી આશરે 42416 વોટોથી આગળ છે. આટલી મોટી લીડને તોડવી સરળ નહીં હશે. આ દરમિયાન આપ કાર્યકર્તાઓએ ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે મતગણના કેન્દ્રની બહાર આપ ઝિંદાબાદના નારા લગાવવાના શરૂ કરી દીધા છે. જલંધરમાં આપના ચૂંટણી પ્રભારી નાણા મંત્રી હરપાલ ચીમા ચંદીગઢથી જલંધર માટે રવાના થઈ ગયા છે.

જણાવી દઈએ કે, આ સીટ પર આપ અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે. શરૂઆતથી જ આપે લીડ જાળવી રાખી છે. અત્યારસુધી 550686 વોટોની ગણતરી થઈ ચુકી છે. સવારે 11 વાગ્યા સુધી આમ આદમી પાર્ટી ઉમેદવાર સુશીલ રિંકૂને 193852 વોટ મળ્યા. કોંગ્રેસ ઉમેદવાર કરમજીત કૌર ચૌધરીને 155111 વોટ, BJPના ઇંદર ઇકબાલ અટવાલને 101192 વોટ અને અકાલી-બસપાના ઉમેદવાર ડૉ. સુખવિંદર સુખીને 89870 વોટ મળ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.