AAP રાજસ્થાનની તમામ 200 બેઠકો પર ચૂંટણી લડશે, રાષ્ટ્રીય મહાસચિવ પાઠકની જાહેરાત

PC: abplive.com

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. હવે આમ આદમી પાર્ટી (AAP)એ પણ જાહેરાત કરી છે કે, તે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 200 વિધાનસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે પોતે આ જાહેરાત કરી છે.

મીડિયા સાથે વાત કરતાં સંદીપ પાઠકે કહ્યું હતું કે, 'જે રીતે ગુજરાત, પંજાબ અને દિલ્હીના લોકોએ અમને પ્રેમ આપ્યો છે, તે જ રીતે રાજસ્થાનના લોકો પણ અમને આ વિધાનસભા ચૂંટણીમાં પ્રેમ આપશે. અમારી પાર્ટી અહીં સરકાર બનાવવાની એવી સ્થિતિમાં છે.' અમે BJP અને કોંગ્રેસ બંનેથી ઉપર છીએ અને અલગ છીએ. અમે અહીંના લોકોને એક નવો વિકલ્પ આપવા જઈ રહ્યા છીએ.'

સંદીપ પાઠકે કહ્યું કે, અમે મજબૂત ટીમ બનાવી છે અને અમારી પાર્ટી ઘરે ઘરે જઈને પ્રચાર કરશે. તેની શરૂઆત શુક્રવારથી જયપુરથી કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં અભૂતપૂર્વ સફળતા અને ગુજરાતમાં સારા પ્રદર્શન બાદ CM અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) ઉત્સાહમાં છે. AAPએ ગુજરાતમાં ભલે પાંચ બેઠકો જીતી હોય, પરંતુ 39 બેઠકો એવી હતી કે જ્યાં પાર્ટીએ કોંગ્રેસને સીધી ટક્કર આપી અને કોંગ્રેસની હારનું કારણ પણ બની.

આ જ કારણ છે કે, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સમાં ઉત્સાહ દર્શાવતા કહ્યું કે, 'ભારતમાં બે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે. એક સકારાત્મક અને બીજું નકારાત્મક. અમે સકારાત્મક રાજનીતિ કરીશું, કારણ કે રાજસ્થાનના લોકોને શિક્ષણ અને આરોગ્યની ખૂબ જ જરૂર છે.'

અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં નવા મતદારો જોડાશે. રાજસ્થાનમાં પ્રથમ વખત લાખો નવા મતદારો મતદાન કરશે. સૌની નજર આ પ્રથમ વખતના મતદારો પર છે. આમ આદમી પાર્ટી (AAP) સિવાય BJPએ તેના પદાધિકારીઓને પણ સૂચના આપી છે કે, જે નવા લોકોને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમને BJP સાથે જોડવામાં આવે.

જો રાજસ્થાનના ચૂંટણી ઈતિહાસની વાત કરીએ તો, અહીં દર 5 વર્ષે જનતાએ સત્તા બદલાવી છે. રાજસ્થાનમાં, 1993થી, રાજ્ય સરકાર દર પાંચ વર્ષે બદલાતી રહે છે. સત્તાની આ અદલાબદલી BJP અને કોંગ્રેસ વચ્ચે જ થતી રહી છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટી (AAP)એ પણ ચૂંટણીમાં જોરદાર ભાગ લેવાનું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp