દિલ્હીમાં આજથી મફત વીજળી બંધ, કેજરીવાલ સરકારે જણાવ્યું કારણ

PC: businesstoday.in

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીની જનતાને મોટો ઝટકો આપતા વીજળી પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. મતલબ કે મફત વીજલી બંધ. દિલ્હીના ઉર્જા મંત્રી આતિશી સિંઘેએ આ અંગે માહિતી આપી છે.

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી વીજળીની સબસિડી રોક લગાવવાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના ઉર્જા મંત્રી આતિશી સિંઘે શુક્રવારે આ વિશે જાણકારી આપતા કહ્યુ હતું કે, આજથી જ દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડી વાળી વીજળી બંધ કરી દેવામાં આવશે. મતલબ કે આવતી કાલથી સબસિડી વાળા બિલ નહીં આવે.

આનું કારણ આપતા મંત્રી આતિશીએ કહ્યું, મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આગામી વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ફાઇલ દિલ્હી LG પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી. , AAP સરકાર સબસિડી બિલ જારી કરી શકે નહીં. AAPનો આ નિર્ણય દિલ્હીની જનતા માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નથી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને લેફટન્ટ ગર્વનર વચ્ચે વીજળી સબસિડીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. CM અરવિંદ કેજરીવાલની સરકાર મફત વીજળી અને પાણી પરની સબસિડી પહેલાની જેમ ચાલુ રાખવા માંગે છે, જ્યારે LGએ પત્ર દ્વારા સૂચવ્યું હતું કે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે.

દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી અત્યાર સુધી ગ્રાહતોને વીજળી અને પાણીના બિલમાં સબસિડીનો લાભ મળી રહ્યો હતો. ઓકટોબર 2022માં  કેજરીવાલ સરકારે મફત વીજળી યોજનામાંજે માંગશે તેની સબસિડી મળશે તેવો સુધારો કર્યો હતો. જેને કારણે લગભગ 25 ટકા લોકો સરકારની વીજળી સબસિડીના દાયરામાંથી બહાર થઇ ગયા હતા.

તાજેતરમાં દિલ્હીના મુખ્ય સચિવે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, DERCની સુચનાઓનું પાલન ન થવાને કારણે સરકારને 300 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે, સરકાર એની પર ધ્યાન આપે. આ રિપોર્ટ આવ્યા પછી દિલ્હીના LG વિજય સક્સેનાએ દિલ્હી સરકારને સ્પષ્ટીકરણ કરવા કહ્યું હતું.

આતિશી સિંઘ દિલ્હીના કાલકાજી વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને કેજરીવાલ સરકારમાં ઉર્જા મંત્રી છે. મંત્રીને આતિશી માર્લેના તરીકે પણ ઓળખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp