AAPના આ યુવા નેતાની રાજ્યસભાથી માંડી રાજ્યો સુધી પકડ, કેજરીવાલની ગુડ બુકમાં છે

PC: hindustantimes.com

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ CA જેવું પદ શોભાવવુ. 23 વર્ષની વ્યક્તિ આ સફળતા સંતોષી સાબિત થાય છે. પરંતુ દિલ્હીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના આંદોલને આ યુવાનને નવા રાહ તરફ લઈ ગયું અને તેના માટે જીવનની કાંઈક વધુ સફળતા રાહ જોઈ રહી હતી.જેનું નામ છે.

રાઘવ ચઢ્ઢા. જેઓ એક દાયકા અગાઉ વોશિંગટનમાં અરવિંદ કેજરીવાલ સાથે જોડાયા હતા. જે આજે કેજરીવાલના સૌથી વિશ્વાસુ રાજનીતિકારોમાના એક છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી દ્વારા તેમને સોંપવામાં આવેલ મુશ્કેલ કામ પૂર્ણ કરવામાં અને દરેક જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવવામાં સફળ રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં સહ-પ્રભારી તરીકેની જવાબદારી

34 વર્ષે રાજ્યસભાના સભ્ય બનેલા રાઘવ ચઢ્ઢાને હવે ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાતમાં સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ પંજાબમાં પણ રાઘવે સહ-પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારી છે એટલું જ નહીં જેમાં દિલ્હીની બહાર પહેલી વાર અન્ય રાજ્યમાં AAPની સરકાર રચવામાં તેમની યશસ્વી ભૂમિકા મનાઈ રહી છે. રાઘવ ચઢ્ઢાએ પગેલા દિલ્હીમાં અને બાદમાં પંજાબમાં એક સારા આયોજક તરીકે પોતાની ઓળખ ઉભી કરી હતી. ત્યારબાદ પાર્ટીમાં પણ તેમનું કદ આપોઆપ મોટું થઈ ગયું હતું.

શરૂઆતથી અરવિંદ કેજરીવાલની ગુડ બુકમાં રહ્યા રાઘવ ચઢ્ઢા

2015માં આપના પ્રવક્તા બનેલા રાઘવ ચઢ્ઢા જાણીતો ચહેરો બની ચુક્યા છે. આર્થિક અને કાયદાકીય બાબતોમાં તેઓની કુશળતાનો લાભ પાર્ટીને સલાહ પેટે મળતો રહે છે. રાઘવ ચઢ્ઢાને જે તે વખતે પક્ષના સાથીદારો દ્વારા ચોકલેટ બોય તરિકે પણ બોલાવવામાં આવતા હતાં.રાઘવ ચઢ્ઢા એક એવા નેતાઓમાંના એક છે જે પ્રારંભથી જ અરવિંદ કેજરીવાલની ગુડ બુકમાં રહ્યા છે અને તેઓની ગણના પાર્ટીના મોટા ગજાના નેતાઓમાં થાય છે. તેઓને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના નજીકના અને વિશ્વાસુ મનાઈ છે.

રાઘવ ચઢ્ઢાએ જવાબદારી સમર્પણથી નિભાવી

કેજરીવાલ દ્વારા સોંપવામાં આવેલ કામને રાઘવ ચઢ્ઢાએ પૂરા ખંત સાથે નિભાવ્યું છે. હવે ગુજરાતમાં પણ સહ-પ્રભારી બનાવાયા બાદ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના જીવની બાજી લગાવી દેશે. હાલ ગુજરાતમાં aap એ આક્રમક શરૂઆત કરી છે. આટલું જ નહીં, ભાજપ અને કોંગ્રેસ પહેલા આપે લગભગ બે ડઝન જેટલા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દિધી છે. તેવામા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મફત વીજળી, રોજગાર, મહિલાઓને આર્થિક સહાય જેવી ગેરંટી આપીને પાર્ટીને મજબૂત પક્ષ તરીકે લોકોની વચ્ચે ઉભી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp