INDIA નામ રાખીને વિપક્ષે માર્યો છે માસ્ટર સ્ટ્રોક, જાણો સરવેમાં શું થયો ખુલાસો
આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળા NDAનો સામનો કરવા માટે કોંગ્રેસ સહિત 26 વિપક્ષી પાર્ટીઓએ મળીને જે મહાગઠબંધન બનાવ્યું છે, તેને INDIA નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો અને લોકો પાસે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું ગઠબંધનનું નામ INDIA હોવાથી ભાજપને તેના પર પ્રહાર કરવામાં પરેશાની થશે? સર્વેમાં ખૂબ જ ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં તેની બાબતે વધુ જાણીએ.
18 જુલાઇના રોજ બેંગ્લોરમાં થયેલી વિપક્ષી પાર્ટીઓની બીજી બેઠકમાં મહાગઠબંધન માટે INDIA નામની જાહેરાત કરવામાં આવી હતી. સર્વેના આંકડાઓ મુજબ, મોટા ભાગના લોકોનું કહેવું છે કે, હા ભાજપને ગઠબંધન પર પ્રહાર કરવામાં પરેશાની થશે. ABP C વોટર તરફથી કરવામાં આવેલા સર્વેમાં 48 ટકા લોકોએ જણાવ્યું કે, ભાજપને INDIA નામના કારણે વિપક્ષ પર પ્રહાર કરવામાં પરેશાની થશે. તો 34 ટકા લોકોએ કહ્યું કે, તેમને એવું લાગતું નથી, જ્યારે 18 ટકા લોકો કન્ફ્યૂઝ નજરે પડ્યા અને તેમણે ‘ખબર નહીં’માં જવાબ આપ્યો.
શું લાગે છે INDIA નામ રાખવાથી ભાજપને વિપક્ષ પર પ્રહાર કરવામાં પરેશાની થશે?
સ્ત્રોત: C વોટર
હા: 48 ટકા
ના: 34 ટકા
ખબર નહીં: 18 ટકા
INDIAમાં 26 પાર્ટી સામેલ છે. આ દરમિયાન વધુ એક સવાલને લઈને સર્વે કરવામાં આવ્યો કે શું વિપક્ષી એકતાના મંચ પર કોંગ્રેસ હાવી છે? સર્વેમાં લોકોના મિશ્ર રીએક્શન આવ્યા છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે, શું વિપક્ષી એકતાના મંચને કોંગ્રેસે હાઈજેક કરી લીધું છે? તેના જવાબમાં 37 ટકા લોકોએ કહ્યું કે ‘હા’, વિપક્ષી એકતામાં કોંગ્રેસ હાવી છે, જ્યારે 35 ટકા લોકોનું કહેવું છે કે, તેમને એવું લાગતું નથી. તો 28 ટકા લોકો કન્ફ્યૂઝ નજરે પડ્યા અને તેમણે ‘ખબર નહીં’નો જવાબ આપ્યો.
શું લાગે છે કે કોંગ્રેસે વિપક્ષી એકતા મંચને હાઈજેક કરી લીધું છે?
સ્ત્રોત: C વોટર
હા: 37 ટકા
નહીં: 35 ટકા
ખબર નહીં: 28 ટકા
વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખ્યા બાદ ABP ન્યૂઝ માટે C વૉટરે ઓલ ઈન્ડિયા સર્વે કર્યો છે. આ સર્વેમાં 2 હજાર 664 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા. સર્વે ગુરુવાર અને શુક્રવારે કરવામાં આવ્યો. આ સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp