અવિશ્વાસ પ્રસ્તાવથી કોને ફાયદો થશે INDIA કે NDAને? સરવેમાં આવ્યું સામે

PC: newindianexpress.com

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ABP ન્યૂઝ માટે સી વૉટરે સરવે કર્યો હતો. તેમાં સવાલ કરવામાં આવ્યો કે અવિશ્વાસ પ્રસ્તાવથી વધારે કોને ફાયદો થશે? આ સવાલ પર સરવેમાં 40 ટકા લોકોએ ભારતીય જનતા પાર્ટીવાળાNDAનું નામ લીધું. તો 13 ટકા લોકોએ ‘ઈન્ડિયા’નું નામ લીધું. સરવેમાં સામેલ 36 ટકા લોકોએ કહ્યું કે, બંનેને જ ફાયદો નહીં થાય. એ સિવાય 11 ટકા લોકોએ કહ્યું કે, અત્યારે તેઓ તેના પર કંઈ કહી નહીં શકે.

લોકસભામાં ગુરુવારે (10 ઑગસ્ટે) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતે પડી ગયો હતો. જો કે, વોટિંગ થાત તો પણ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’નું હારવું નક્કી હતું કેમ કે NDA પાસે બહુમત છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થવાના પહેલા દિવસથી જ વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં મણિપુર હિંસાને લઈને નિવેદન આપવાની માગ કરી રહી હતી. આ રણનીતિ હેઠળ વિપક્ષ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી હતી. કોંગ્રેસ સંસદ ગૌરવ ગોગોઇએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત દરમિયાન આ વાત માની પણ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યો હતો. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, મણિપુરમાં જલદી જ શાંતિનો સૂરજ ઊગશે. અમે વારંવાર વિપક્ષને કહ્યું કે, મણિપુર પર ચર્ચા કરો. ગૃહ મંત્રી અમિત શાહે ચિઠ્ઠી લખીને પણ આ વાત કહી, પરંતુ તેમની પાસે ઇરાદો નહોતો. પેટમાં પાપ હતું. દુઃખાવો પેટમાં થઈ રહ્યો હતો અને માથું ફોડી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને થયેલી ચર્ચા બાદ ABP ન્યૂઝ માટે સી વૉટરે ઓલ ઈન્ડિયા સરવે કર્યો છે. સરવેમાં 3 હજાર 767 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા. સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3થી પ્લસ માઇનસ 5 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp