યુવાનની હત્યાના ફરાર આરોપી પિતા-પુત્રની ભૂજમાંથી ધરપકડ
રાજસ્થાનમાં એક યુવકની હત્યા કરીને ગુજરાતના ભુજમાં છુપાયેલા આરોપી પિતા- પુત્રને પોલીસે ધરપકડ કરી છે. એ પહેલાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ હત્યા કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાનના બરન જિલ્લાના ઝનઝની ગામમાં લગભગ 2 મહિના પહેલાં એક યુવકની હત્યા કરીને ભાગી છુટેલા બે આરોપીઓનો પોલીસે દબોચી લીધા છે. આ યુવકની હત્યાના આરોપી પિતા –પુત્રને પોલીસે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે આ પહેલાં એકની ધરપકડ કરી ચૂકી છે.
SP કલ્યાણમલ મીણાએ જણાવ્યું કે 2 નવેમ્બરની રાત્રે આરોપીઓએ જૂની અદાવતમાં ખેર ખજુરિયા રોડ, કાલાભાટા ઝંઝાની પાસે ઝંઝાનીના રહેવાસી ગજાનંદ લોઢાની હત્યા કરી નાખી અને લાશને રસ્તા પાસે મૂકીને ભાગી ગયા હતા. આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ ઘટનાને માર્ગ અકસ્માત તરીકે ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હત્યાની ઘટના વખતે ગજાનંદ લોઢાની સાથે ચૈનસિંહ લોઢા પણ હાજર હતા. તેણે 3 નવેમ્બરે પિતા-પુત્ર સામે હત્યાનો આરોપ લખાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓને પકડવા માટે પોલીસ ખાસ ટીમની રચના કરી હતી.
આરોપીઓને પકડવા માટે બનાવાયેલી ટીમે ઘટનાના 3 દિવસ પછી એક આરોપી રામનિવાસ લોઢાને પોલીસે પકડી લીધો હતો.આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓ નેમીચંદ લોઢા અને તેનો પુત્ર નવલકિશોર ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. બંનેની ધરપકડ માટે DSP પૂજા નાગરના નેતૃત્વમાં હરણાવદશાહજી સ્ટેશન ઓફિસર રામપાલ શર્માની ટીમ બનાવવામાં આવી હતી. ટીમે આરોપી નેમીચંદ લોઢા અને તેના પુત્ર નવલકિશોરની ધરપકડ કરી છે.
સ્ટેશન ઈન્ચાર્જ શર્માએ જણાવ્યું કે બંને આરોપીઓને સોમવારે રાત્રે ગુજરાતમાંથી પકડી લેવામાં આવ્યા હતા. આ પછી, તેની ધરપકડ કરીને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. જ્યાંથી આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. હવે બુધવારે રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી નેમીચંદ ગુજરાતના ભુજ જિલ્લાના માધાપર શહેરમાં મજૂર તરીકે કામ કરતો હતો અને તેનો પુત્ર નવલકિશોર ખાનગી ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો.
ASP જિનેન્દ્ર કુમાર જૈને જણાવ્યું કે આરોપીની ધરપકડમાં કોન્સ્ટેબલ તગારામ અને ઓમપ્રકાશની ખાસ ભૂમિકા હતી. બનાવાયેલી પોલીસ ટીમમાં સ્ટેશન ઓફિસર રામપાલ શર્મા, કોન્સ્ટેબલ કમલેશ, મોનુસિંહ, નરપત, જિતેન્દ્ર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp