કમલનાથની વિવાદિત જાહેરાત, ચૂંટણી બાદ પોલીસ અને અધિકારીઓ પાસે લઈશ હિસાબ

PC: theprint.in

મધ્ય પ્રદેશમાં જેમ-જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે, તેમ-તેમ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંને તરફથી નિવેદનોનો સિલસિલો જોર પકડતો જઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે શનિવારે નિવાડીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા વિવાદિત જાહેરાત કરી દીધી હતી. મંચ પરથી કમલનાથે કહ્યું કે, 8 મહિના બાદ રાજ્યમાં ચૂંટણી થવાની છે. ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કરતા તેણે કહ્યું કે, 8 મહિના બાદ તેઓ પોલીસ અને અધિકારીઓ પાસે હિસાબ લેશે.

કમલનાથે પોલીસ અને અધિકારીઓને શિવરાજ સરકાર અને ભાજપના લોકોની તરફદારી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી ભાજપ પર નોકરશાહી અને અધિકારીઓના રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવતી રહી છે . કમલનાથે મંચ પરથી કહ્યું કે, ‘પોલીસ અને અધિકારી કાન ખોલીને સાંભળી લે, 8 મહિના બાદ સરકાર કોંગ્રેસની હશે, ત્યારે તમારી પાસે અમે હિસાબ લઇશું. તમે સરકારી નોકર છો, તમારું કામ જનતાની સેવા કરવાનું છે, પરંતુ તમે ભાજપ અને શિવરાજ સિંહની સેવામાં લાગેલા રહો છો. જલદી જ હિસાબ થશે.

કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે જનતાને સંબોધિત કરતા કહ્યું કે, રાજ્યમાં આ વખત યુવાઓ અને આગામી પેઢીના ભવિષ્યની ચૂંટણી છે એટલે સમજી વિચારીને વોટ આપો. આ ચૂંટણીથી તમારી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી થશે. ગત વખત ચૂંટણીમાં કોંગ્રેસને જનતાનું સમર્થન મળ્યું હતું, પરંતુ છળ, બળથી સરકાર તોડીને ભાજપે જનાદેશનું અપમાન કર્યું છે. તેમણે જનતાને અપીલ કરી છે કે આ વખત ફરી કોંગ્રેસને સમર્થન આપે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય પારો હાઇ છે.

ભાજપ અને કોંગ્રેસ બનેએ જનતાની લામબંદી શરૂ કરી દીધી છે. ભાજપ શિવરાજ સરકારની ઉપલબ્ધીઓ ગણાવીને જોરદાર પ્રચાર-પ્રસાર કરી રહી છે, તો કોંગ્રેસ ભાજપ પર વર્ષ 2018ના જનાદેશનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા પોલીસ અને અધિકારીઓના રાજકીય ઉપયોગનો આરોપ પણ લાગી રહ્યો છે. કોંગ્રેસ આ બધા મુદ્દાઓને ચૂંટણી સુધી હવા આપવાનો પ્રયત્ન કરી રહી છે. નવા વર્ષની શરૂઆત જ વિવાદિત નિવેદનોનો સિલસિલો જોર પકડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp