કસ્ટમ વિભાગે ગુટખાના પાઉચ ખોલ્યા તો મળ્યા 40,000 હજાર ડૉલર, જુઓ વીડિયો

પશ્ચિમ બંગાળના કોલકાતાથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં કોલકાતા એરપોર્ટ પર ગુટખાના પેકેટ્સ દ્વારા કસ્ટમ વિભાગને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, જે નિષ્ફળ સાબિત થઇ ગયો છે. કસ્ટમ વિભાગે તસ્કરને પકડી લીધો છે. 40 હજાર ડૉલર એટલે કે 32 લાખ કરતાથી વધુ રૂપિયા ભારતથી સ્મગલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. કસ્ટમ વિભાગે વ્યક્તિને એરપોર્ટ પર જ પકડી લીધો છે. હવે તેની સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો છે.

વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, એરપોર્ટ પર ડબ્બામાં રાખવામાં આવેલા પાઉચને એક-એક કરીને ખોલવામાં આવી રહ્યા છે અને તેમાંથી ડૉલર નીકળી રહ્યા છે. આ ડૉલર્સને ગુટખાના પાઉચમાં છુપાવીને દેશ બહાર લઇ જવામાં આવી રહ્યા હતા. કસ્ટમ વિભાગે ગુટખાના પાઉચોમાંથી 40 હજાર ડૉલર જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ સિક્યૉરિટીને છેતરવા માટે ગુટખાના પાઉચમાં ડોલર સાથે જ ગુટખા પણ રાખવામાં આવ્યા હતા. જેથી કોઇને શંકા ન જાય.

પાઉચ ખોલવામાં આવતા આ બાબતે ખબર પડી હતી. રિપોર્ટ્સ મુજબ, કોલકાતા એરપોર્ટ પર ગુટખાના પેકેટ્સમાં 40 હજાર ડૉલર સાથે પકડાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેને થાઇલેન્ડના બેંકોક શહેર લઇ જવામાં આવી રહ્યા હતા. કસ્ટમ વિભાગની ટીમ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. ગુટખાના પેકેટથી ડૉલર કાઢવાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેના પર મજેદાર રીએક્શન આપી રહ્યા છે. વાયરલ વીડિયો પર રીએક્શન આપતા ગૌતમ નામના યુઝરે લખ્યું કે, ગજબ. તેની સાથે જ તેણે હસતી ઇમોજી પણ કમેન્ટ કરી.

તો અન્ય એક યુઝર બાબાએ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે, કોઇ કાનપુરિયાના હશે. લોકો આ વીડિયો પર મજાની કમેન્ટ કરી રહ્યા છે. કસ્ટમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટેલિજેન્સની જાણકારી પર કાર્યવાહી કરતા AIU અધિકારીઓએ ઔપચારિકતા બાદ 8 જાન્યુઆરી 2023ના રોજ બેંકોક જવા માટે નિર્ધારિત એક પેકને રોક્યું. તેને ચેક ઇન બેગેજની તપાસમાં પરિણામ સ્વરૂપ ગુટખા પાઉચની અંદર છુપાવવામાં આવેલા 40 હજાર ડૉલર (કિંમત 327,780,00  રૂપિયા) જપ્ત કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.