રેસ્ટોરાંમાં બાર ચલાવનાર અને રશિયન યુવતીને ડાન્સ કરાવનાર BJP નેતા પર કાર્યવાહી

PC: twitter.com

દિલ્હીને અડીને આવેલા UPના ગાઝિયાબાદમાં BJP નેતા સંયમ કોહલીની રેસ્ટોરાંમાં ગેરકાયદેસર રીતે દારૂ પીરસવાનો અને વિદેશી યુવતીઓને પરવાનગી વગર ડાન્સ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પોશ વિસ્તાર RDCની છે.

ગાઝિયાબાદ પોલીસ અને આબકારી વિભાગની સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે આ રેસ્ટોરાંમાં દરોડો પાડ્યો હતો, જેમાં 7 ખાલી દારૂની બોટલો અને બે ખુલેલી દારૂની બોટલો મળી આવી હતી.

આ રેસ્ટોરાં ગાઝિયાબાદ કમિશનરની ઑફિસ અને ડિસ્ટ્રિક્ટ એક્સાઇઝ ઑફિસરની ઑફિસથી થોડે દૂર છે, જેનું નામ તાસા કિચન ટેરેસ છે. અહીં આવતા ગ્રાહકોને ગેરકાયદેસર રીતે દારૂ પીરસવાનું રેકેટ ઘણા સમયથી ચાલતું હતું.

રિપોર્ટ અનુસાર આ રેસ્ટોરાંમાં વિદેશી યુવતીઓ (રશિયન) દ્વારા ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. હકીકતમાં આ રેસ્ટોરાંમાં જમવા આવેલા એક કપલે રેસ્ટોરાંની અંદર પીરસવામાં આવતા દારૂનો વીડિયો બનાવ્યો અને સ્થાનિક પોલીસને ફરિયાદ કરી.

આ પછી સ્થાનિક પોલીસ અને એક્સાઈઝ વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ અને સ્થળ પર દરોડો પાડ્યો. પોલીસ દ્વારા રેસ્ટોરાં સંચાલક સંયમ કોહલી વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, એક ગુપ્ત માહિતી બાદ પોલીસ અને એક્સાઈઝ વિભાગે RDCના C બ્લોકમાં તાશા નામની રેસ્ટોરાં પર દરોડા પાડ્યા હતા, જેના બિલ્ડિંગ પર ફૂડ વર્કશોપ પણ લખેલું હતું. આ ફૂડ વર્કશોપ રેસ્ટોરાંના ચોથા માળે વાઇન પીરસવામાં આવે છે. માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને, એક્સાઇઝ ઇન્સ્પેક્ટર આશિષ પાંડે અને બે પોલીસ સ્ટેશનના ફોર્સ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે રેસ્ટોરાંમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, રેસ્ટોરાં સંચાલક લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે દારૂ પીરસી રહ્યો હતો. સ્થળ પર, ટીમને વેલેન્ટાઇન ફાઇનેસ્ટ સ્કોચ વ્હિસ્કીની બોટલમાં 500 મિલી દારૂ, જેગરમીસ્ટર વ્હિસ્કીની 650 મિલી બોટલ મળી આવી હતી. સ્થળ પરથી સિમરન ઓફ વોડકા અને ઈગલ ફોર સિલ્વર ટેકિલાની એક-એક ખાલી બોટલ, જેમસન વ્હિસ્કીની બે ખાલી બોટલ, જોની વોકરની ત્રણ ખાલી બોટલો, બ્લેક લેવલ વ્હિસ્કી મળી આવી હતી. આના પર પોલીસે એક્સાઈઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા રેસ્ટોરાં ઓપરેટર સંયમ કોહલી સામે કેસ નોંધ્યો હતો.

મળતી માહિતી મુજબ રેસ્ટોરાંમાં ગેરકાયદેસર રીતે દારૂ પીરસવાનો આરોપી સંયમ કોહલી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો કોષાધ્યક્ષ હતો, જેની ગાઝિયાબાદ BJPના ટોચના નેતાઓ અને જનપ્રતિનિધિઓ સાથેની તસવીરો પણ છે.

રિપોર્ટ અનુસાર, આ રેસ્ટોરાંમાં લોકોને માત્ર ખાવાનું જ બિલ આપવામાં આવતું હતું જ્યારે દારૂનું બિલ લોકોને આપવામાં આવતું ન હતું. રેસ્ટોરાંમાં પરવાનગી વિના વિદેશી બાર ગર્લ્સનો ડાન્સ પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, સંયમ કોહલીની રેસ્ટોરાંમાં ગેરકાયદેસર ગતિવિધિને લઈને કાર્યવાહી કરતી વખતે BJPએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp