ગુટખાનો પ્રચાર કરે એવા પદ્મ વિજેતાઓ સામે થાય કાર્યવાહીઃ HCએ માગ્યો જવાબ

PC: loksatta.com

સ્વાસ્થ્ય માટે હાનિકારક પાન મસાલા અને ગુટખા બનાવનાર કંપનીઓ અને તેનો પ્રચાર કરનારા અમિતાભ, શાહરૂખ, અજય, અક્ષય સહિતના અભિનેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ઈલાહાબાદ હાઈકોર્ટે 22 ઓક્ટોબર 2022ના રોજ આપેલા આદેશ સામે કોઇ કાર્યવાહી ન કરવા પર કેન્દ્ર સરકારન નોટિસ મોકલી જવાબ માગવામાં આવ્યો છે.

વકીલે દાખલ કરી છે અરજી

લખનૌમાં એકલ જજ પીઠ સામે અરજીકર્તા વકીલ મોતીલાલ યાદવે પોતે હાજર થઇ ગુટખા અને પાન મસાલા કંપનીઓના દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદકોનો પ્રચાર કરનારા અભિનેતાઓ, જેમને પદ્મ એવોર્ડ્સ મળ્યા છે તેમની સામે કાર્યવાહી ન થવાની દલીલ કરી હતી. જેના પર કોર્ટે આદેશની અવમાનના અરજી પર કેન્દ્રીય સચિવ અને સરકારને નોટિસ મોકલી છે.

જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેંચે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને નિધિ ખરેને અવમાનના નોટિસ મોકલી, ચાર અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. આ અરજીમાં મોતીલાલ યાદવે કહ્યું કે, પદ્મ એવોર્ડ્સ મેળવનારા કલાકારોનું આ જાહેરાતોનો પ્રચાર કરવો કોઇપણ રીતે યોગ્ય અને નૈતિક નથી.

આ અભિનેતાઓ સામે એક્શનની માગ

અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગણ, સૈફ અલી ખાન અને અક્ષય કુમાર સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ બધા કલાકારો ગુટખા કંપનીઓના ઉત્પાદકોનો પ્રચાર કરે છે. કોર્ટે આગળની સુનાવણી માટે 9 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. આ કેસમાં જનહિત અરજીકર્તાની દલીલ હતી કે બંને અધિકારીઓ એટલે કે કેબિનેટ સચિવ અને ગ્રાહક સંરક્ષણના અધ્યક્ષને 15 ઓક્ટોબર 2022ના રોજ પ્રતિવેદન મોકલવામાં આવી હતી. જેમાં આ અભિનેતાઓ અને આ હાનિકારક પદાર્થોના પ્રચાર કરનારાઓ અને બનાવનાર કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી હતી. પણ એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ મામલે કોર્ટે બંને અધિકારીઓને પૂછ્યું છે કે, શું કોઇ કાર્યવાહી થઇ છે કે નહી? અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટના 1996માં આપવામાં આવેલા ચૂકાદાનો પણ હવાલો આપ્યો છે. જેમાં કોર્ટે પદ્મ એવોર્ડ્સ માટે કલાકારોના સિલેક્શનને લઇ ચિંતા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp