રાહુલ ગાંધી પર એક્શન એ BJPનો સેલ્ફ ગોલ છે, રાહુલને ફાયદો થશે: શશિ થરૂર

PC: bbc.com

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુરે એક નિવેદનમાં કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે લોકસભા સભ્ય પદ કરવાનો જે નિર્ણય લેવાયો તે ભાજપનો પોતાનો હેતું છે, ભાજપનો આ સેલ્ફ ગોલ છે. થરુરે કહ્યું કે રાહુલ ગાંધી પર લેવાયેલા પગલાંને કારણે વિપક્ષ અને રાહુલ ગાંધીને જ ફાયદો થવાનો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું  સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. જનપ્રતિનિધિત્વ કાયદાના કાયદાને કારણે રાહુલ ગાંધીએ પોતાનું પદ ગુમાવ્યું છે. તેમની ગેરલાયકાતનો મામલો એક તરફ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે તો બીજી તરફ વિપક્ષ કેન્દ્ર સરકાર સામે એકઠા થઇ ગયા છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે રાહુલ ગાંધી પરની કાર્યવાહીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સેલ્ફ ગોલ હોવાનું કહ્યું છે.

શશિ થરૂરે કહ્યું, આખરે આ મુદ્દાનો ફાયદો માત્ર વિરોધ પક્ષો અને રાહુલ ગાંધીને જ થશે. આનાથી ભાજપ માટે કેટલાક અણધાર્યા પરિણામો આવશે. રાહુલ ગાંધી સાથે જે થયું તેની દરેક રાજધાનીમાં ચર્ચા છે. થરુરે કહ્યું કે ભાજપે તો વિપક્ષી એકતા માટે  એક એવું પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે જે પહેલા ક્યારેય નહોતું. મતલબ કે પહેલા વિપક્ષો એકજૂટ નહોતા,અનેક મુદ્દાઓ પર વિરોધ પક્ષો સાથે આવવાની વાત કરતા રહેતા, પરંતુ સાથે નહોતા આવતા. રાહુલ ગાંધી સામે જે પગલાં લેવાયા તે પછી વિરોધ પક્ષ એક મંચ પર ભેગા આવીને તેમની એકતા બતાવી રહ્યા છે.

મોટાભાગના વિપક્ષી નેતાઓનું વલણ પણ એવું છે જે શશિ થરૂરની વાતને સાચી સાબિત કરી રહ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના ચુકાદા પછી બધા વિપક્ષ કેન્દ્ર સરકારની સામે એકજૂટ થઇ ગયા છે. લોકો પણ સુરત કોર્ટમાં સંભળાવવામાં આવેલા ચુકાદા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

રાહુલ ગાંધી પર સુરતની કોર્ટમાં કરવામાં આવેલા એક માનહાનિ કેસમાં 23 માર્ચે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15,000 દંડ કરવામાં આવ્યો હતો. જો કે રાહુલ ગાંધીને તરત જામીન પણ આપી દેવામાં આવ્યાહતા. આ આદેશ પછી 24 માર્ચે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને સંસદમાંથી ડિસક્વોલીફાય કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

લોકસભા સચિવાલય દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું હતું કે તેમના સભ્ય પદ રદ કરવાનો નિર્ણય 23 માર્ચથી અમલી ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp