પોલીસની વર્દી પહેરી ટ્રક ચાલકોને લૂંટતી હતી એક્ટ્રેસ, આ રીતે પકડાઈ

PC: bhaskar.com

છત્તીસગઢની ફિલ્મોમાં કામ કરનારી એક એક્ટ્રેસે પોલીસની વર્દી પહેરીને ટ્રક ચાલકોને લૂંટી લીધા. આ ઘટના એ સમયે સામે આવી જ્યારે ટ્રાન્સપોર્ટરોએ મળીને પોલીસને તેની ફરિયાદ કરી. પોલીસે આ બાબતની ગંભીરતાને સમજતા આરોપી એક્ટ્રેસ અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી. સાથે જ તેની પાસેથી એક કાર પણ જપ્ત કરવામાં આવી છે, જે આરોપી મહિલાના નામ પર રજિસ્ટર્ડ છે. આ કેસમાં કેટલાક આરોપી અત્યારે પોલીસ પકડથી બહાર છે, જેમની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે, બે આરોપી વર્દીનો દબદબો દેખાડીને પરિવહન કરનારા ચાલકો પાસે વસૂલી કરતા હતા. આ બાબતે એડિશનલ SP ગ્રામીણ રોહિતે જણાવ્યું કે, ગુરુવારે રાત્રે 10:30 વાગ્યે બે ટ્રક ડ્રાઈવર કોલસો લઈને રાયગઢથી લોખંડી જઈ રહ્યા હતા. આ દરમિયાન તુર્કાડિહ પુલ ક્રોસ કર્યા બાદ તેમના ટ્રકને કેટલાક કાર સવાર લોકોએ રોકી લીધો. તેમણે પોતાને પોલીસ અને માઇનિંગ વિભાગના ફિલ્ડ ઓફિસર બતાવ્યા. ત્યારબાદ આરોપી કોલસામાં ભેળસેળ કરવાના નામ પર બધા ટ્રક ચાલકો પાસેથી 1-1 લાખની માગણી કરવા લાગ્યા.

ટ્રક ચાલકોએ તેની જાણકારી ટ્રાન્સપોર્ટરને આપી અને તેમની સાથે વાત પણ કરાવી. ટ્રાન્સપોર્ટરે કોલસાની બિલ્ટી હોવાની વાત કહી. ત્યારબાદ પણ કથિત પોલીસકર્મી અને માઇનિંગ અધિકારી ટ્રકને જપ્ત કરવા અને કોલસાને રાજસાત કરવાની ધમકી આપવા લાગ્યા. ત્યારે ટ્રાન્સપોર્ટરોએ આખી બાબતના સેટિંગ માટે 2 લાખ રૂપિયા આપવાની વાત કહી અને તુર્કાડિહ પુલ પાસે મળવા માટે બોલાવ્યા. ટ્રાન્સપોર્ટર આરોપીઓને પકડાવવાની યોજના બનાવીને પોતાના સાથીઓ સાથે જઈ પહોંચ્યો. કથિત પોલીસકર્મી અને માઇનિંગ અધિકારી પણ અલગ અલગ ત્રણ કારમાં સવાર હતા.

આ દરમિયાન એક કાર કોની પોલીસ સ્ટેશનમાં ભરાઈ ગઈ. તેમાં સવાર યુવક કાર ત્યાં જ છોડીને ભાગી નીકળ્યા. જોકે ભાગવા અગાઉ આરોપીઓએ ટ્રક ચાલકો પાસેથી 21 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટનાની તપાસ બાદ કાર માલિક ગાયત્રી કોની પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. તેણે પોલીસને જણાવ્યું કે, કારને પતિ સંજય ભૂષણ પોટલે ડ્રાઈવર સાથે લઈ ગયો હતો. તેનો પતિ અત્યાર સુધી ઘરે પહોંચ્યો નથી. ગાયત્રીએ જણાવ્યું કે તે પોલીસવાળી છે એટલે ગાડીની આગળ પાછળ પોલીસનું સ્ટીકર લગાવી રાખ્યું છે. જ્યારે પોલીસે તેની પોસ્ટિંગ બાબતે જણાકારી લીધી તો તે ગુંચવાઈ ગઈ. પછી તેણે જણાવ્યું કે તે છત્તીસગઢી એક્ટ્રેસ છે, તે પોલીસની ભૂમિકા ભજવે છે ત્યારબાદ પણ પોલીસે તેને છોડી દીધી. FIR પણ ન નોંધી. ત્યારબાદ SSP પારૂલ માથુરના નિર્દેશ પર લૂંટનો કેસ નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp