મુંબઈમાં 4 લોકોએ ચોરી કરી લીધો અદાણી કંપનીનો 90 ફુટ લાંબો 6000 કિલોનો પુલ

PC: indiatimes.com

વીતેલા વર્ષોમાં આપણે બિહારથી ઘણી બધી એવી ચોરીની ઘટનાઓ વિશે સાંભળ્યું છે જે ચોંકાવનારી હતી. અહીં આજે એક એવી ચોરીની ઘટના વિશે વાત કરવામાં આવી છે, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું જ નહીં હશે. પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે આ અજીબ ચોરીની ઘટના બિહાર નહીં પરંતુ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી સામે આવી છે.

મુંબઈ શહેરમાં એક આખો પુલ જ ચોરી થઈ જવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ નેવુ ફુટ લાંબા પુલનું વજન 6 હજાર કિલો હતું. લોખંડનો પુલ ગાયબ થવાના આ સમાચાર હાલ માયાનગરી મુંબઈમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ પુલ ગત મહિને ચોરી થયો હતો. પોલીસે આ પુલ ચોરીના મામલામાં હાલ ચાર લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે જુન મહિનામાં એક ખાડીની ઉપર મુકવામાં આવેલા લોખંડના પુલ પરથી અદાણી ઇલેક્ટ્રિસિટીનો કેબલ જવાનો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં ખાડી પર એક સ્થાયી પુલ આવતા પહેલા આ લોખંડના પુલને હટાવી દેવામાં આવ્યો હતો.

આ પુલની કિંમત બે લાખ રૂપિયા હતી, જેને ક્રેનની મદદથી હટાવવામાં આવ્યો હતો. ગત 26 જૂનના રોજ અદાણી ઇલેક્ટ્રિસિટીના અધિકારી જ્યારે પુલના નિરીક્ષણ માટે ગયા ત્યારે તેમને જણાયુ કે આખેઆખો પુલ જ ગાયબ છે. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરાવવામાં આવ્યો છે. મામલાની તપાસમાં પોલીસને જણાયુ કે, જ્યાં આ લોખંડનો પુલ પહેલા મુક્યો હતો. પુલ ચોરી મામલામાં પોલીસને ત્યારે મુશ્કેલી આવી જ્યારે તેમને જણાયુ કે ત્યાં કોઈ CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. બાદમાં પોલીસે આસપાસના બીજા CCTV કેમેરા ફુટેજની તપાસ કરી. જેમા પોલીસને એ જાણકારી મળી કે, કેટલાક લોકોએ ગેસ કટરની મદદથી ધીમે-ધીમે આખા જ પુલને કાપી નાંખ્યો અને બાદમાં તેને લઇને ચાલ્યા ગયા.

તેમણે આ વાતની જાણકારી અદાણી ઇલેક્ટ્રિસિટીને ના આપી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાંથી એક વ્યક્તિ તે કંપનીનો જ કર્મચારી છે, જેને અદાણી ઇલેક્ટ્રિસિટીને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું કે, પોલીસે ચોરી થયેલો બધો સામાન જપ્ત કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp