અદાણીને મોટો કોન્ટ્રાક્ટ, 50 વર્ષ માટે અમદાવાદ સહિત 5 એરપોર્ટ મળ્યા

PC: Hindustantimes.com

અમદાવાદના એરપોર્ટ સહીત દેશના 5 એરપોર્ટના સંચાલનની જવાબદારી અદાણી ગ્રુપને સોંપવામાં આવી છે. અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ અને લખનઉ એરપોર્ટનું સંચાલન આજથી 50 વર્ષ સુધી અદાણી ગ્રૂપ કરશે.

એક રીપોર્ટ અનુસાર આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના 6 એરપોર્ટના સંચાલન માટે કેટલીક પ્રાઈવેટ કંપનીઓ બિડિંગ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતુ. આ 6 એરપોર્ટમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ લખનઉ અને ગુવાહાટી એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના બિડિંગમાં અદાણી ગ્રુપે પાંચ એરપોર્ટનું સંચાલાન કરવાનું બિડિંગ જીતી લીધું હતુ. જેના કારણે આ પાંચેય એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરવાની જવાબદારી અદાણી ગ્રુપને સોંપવામાં આવી હતી.

આ બાબતે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, જે પણ કંપનીઓએ બિડિંગમાં ભાગ લીધો હતો, તેમાં અદાણી ગ્રુપની બોલી વધારે હતી. જેથી તમામ ઔપચારિકતા પૂર્ણ થયા પછી 5 એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના 6 એરપોર્ટને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ આધારીત સંચાલન કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર બિડિંગમાં એરપોર્ટના સંચાલન માટે 10 કંપનીઓ તરફથી 32 બોલીઓ લગાડવામાં આવી હતી. જેમાં અમદાવાદ અને જયપુર એરપોર્ટ માટે 7-7 બોલીઓ લાગી હતી, લખનઉ અને ગુવાહાટી એરપોર્ટ માટે 6-6 બોલીઓ લાગી હતી અને મેંગ્લોર, ત્રિવેન્દ્રમ એરપોર્ટ માટે ૩-૩ બોલી લગાડવામાં આવી હતી. હાલ આ બિડિંગમાં ગુવાહાટી એરપોર્ટને લઇ કોઈ પણ નિર્ણય આવ્યો નથી, જેના કારણે મંગળવારે ગુવાહાટી એરપોર્ટ સંચાલન કઈ કંપનીને સોંપવું તેનો નિર્ણય લેવામાં આવે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

આ બિડિંગમાં અદાણી ગ્રુપ ઉપરાંત GMR, કોચીન ઇન્ટરનેશનલ, PNC ઇન્ફ્રા, NIIF,AMP, આઈ ઇન્વેસ્ટમેંટ, KSIDC અને આર્ટોર્સ્ટ્રડે ઔટ્રોસ્ટ્રાડે ઇન્ફ્રાએ ભાગ લીધો હતો.

અદાણી ગ્રૂપ તરફથી મંથલી પર પેસેન્જર ફીના પસ્તાવની માહિતી નીચે પ્રમાણે છે.

  • અમદાવાદ એરપોર્ટ 177 રૂપિયા
  • લખનઉ એરપોર્ટ 171 રૂપિયા
  • જયપુર એરપોર્ટ 174 રૂપિયા
  • મેંગલોર એરપોર્ટ 155 રૂપિયા
  • ત્રિવેન્દ્રમ એરપોર્ટ 168 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp