ટેક ફર્મના CEO અને MDની પૂર્વ કર્મચારીએ તલવારના ઘા ઝીંકી કરી હત્યા

PC: aajtak.in

બેંગ્લુરુમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમા એક ટેક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની હત્યા કરી દેવામાં આવી. મૃતકોની ઓળખ ફણીંદ્ર સુબ્રમણ્યમ, એમડી અને વીનૂ કુમાર, CEOના રૂપમાં થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક પૂર્વ કર્મચારીએ કેબિનમાં ઘૂસીને તલવાર વડે હુમલો કરીને બંનેની હત્યા કરી દીધી. હત્યાની સૂચનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો. ડબલ મર્ડરમાં પ્રાથમિક સંદિગ્ધની ઓળખ એરોનિક્સના પૂર્વ કર્મચારી ફેલિક્સના રૂપમાં થઈ છે. પ્રારંભિક રિપોર્ટો અનુસાર, ફેલિક્સે કંપની છોડી દીધી હતી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, આ બંને લોકો તેના વ્યવસાયમાં કથિતરૂપે અડંગો નાંખી રહ્યા હતા. આ કારણે ફેલિક્સ તેમનાથી નારાજ હતો. દરમિયાન તે ગુસ્સામાં મંગળવારે તલવાર લઇને કંપનીની ઓફિસમાં ઘૂસ્યો અને ફણીંદ્ર તથા વીનૂ પર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયો.

જણાવવામાં આવી રહ્યું છે કે, ફણીંદ્ર તથા વીનૂ બંને પોતાની ઓફિસમાં હતા. ફેલિક્સે ફણીંદ્ર અને વીનૂ કુમાર પર ખૂબ જ સાવધાનીપૂર્વક એક પ્લાન અંતર્ગત હુમલો કર્યો. મંગળવારે સાંજે આશરે 4 વાગ્યે ફેલિક્સ તલવાર અને ચપ્પૂ લઇને એરોનિક્સ ઓફિસમાં દાખલ થયો. નારાજ ફેલિક્સ બંને પર તાબડતોડ તલવાર વડે હુમલો કરવા માંડ્યો. જોકે, ફણીંદ્ર અને વીનૂએ બચવાનો પૂરો પ્રયત્ન કર્યો. તેઓ જીવ બચાવવા માટે ઓફિસમાં ભાગવા માંડ્યા પરંતુ, ફેલિક્સે ઘેરીને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. ફેલિક્સના ઓફિસમાં ઘૂસવાની સાથે જ અફરા તફરીનો માહોલ બની ગયો અને બાકી કર્મચારી આમતેમ ભાગવા માંડ્યા. હત્યા બાદ ઓફિસમાં બૂમાબૂમ મચી ગઈ. ત્યારબાદ તરત જ પોલીસને ફોન કરવામાં આવ્યો.

નોર્થ ઈસ્ટ બેંગલુરુના ડીસીપી લક્ષ્મી પ્રસાદે કહ્યું કે, એરોનિક્સ ઇન્ટરનેટ કંપનીના એમડી ફણીંદ્ર સુબ્રમણ્યમ અને CEO વીનૂ કુમારનું હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થઈ ગયુ. હુમલાવર ફરાર થઈ ગયો છે. પોલીસ આરોપી ફેલિક્સની ઓળખ માટે સ્કેચ બનાવી રહી છે. હત્યાનો આરોપી ફેલિક્સ ટિક ટોક અને રીલ્સ વીડિયો બનાવવા માટે ખૂબ જ જાણીતો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફેલિક્સના મનમાં ફણીંદ્ર પ્રત્યે દ્વેષની ભાવના હતી. ઉલ્લેખનીય છે કે, એરોનિક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એક પ્રાઇવેટ કંપની છે, જે 7 નવેમ્બર, 2022ના રોજ ઇનકોર્પોરેટ થઈ હતી. બેંગલુરુમાં તેની રજિસ્ટર્ડ ઓફિસ છે. પોલીસનું કહેવુ છે કે, તે કંપનીના કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. હજુ સુધી તેને કંપની સાથે સંકળાયેલો વિવાદ જણાવવામાં આવી રહ્યો છે, જેના કેન્દ્રમાં કર્મચારીને આર્થિકરૂપથી અસહાય કરવાનો મામલો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp