ભારતમાં આ દેશની એમ્બેસી આજથી બંધ, જતા-જતા કરી આ રિક્વેસ્ટ

PC: indiatoday.in

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવવા છતા ભારતમાં જૂની સરકારનું કામ દૂતાવાસ કરી રહ્યું હતું, પરંતુ હવે દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક સત્તાવાર નિવેદનમાં શનિવારે કહેવામાં આવ્યું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના દૂતાવાસે રવિવારે ભારતમાં પરિચાલનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ, અફસોસ અને નિરાશા સાથે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ પોતાનું પરિચાલન બંધ કરવાના આ નિર્ણયની જાહેરાત કરે છે.’

દૂતાવાસ બંધ કરવા પાછળ મેજબાન સરકારના સમર્થનની કમી અને અફઘાનિસ્તાનના હિતોની પૂર્તિની અપેક્ષાઓને પૂરી ન કરી શકવાનો સંદર્ભ આપવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘દૂતાવાસે મેજબાન સરકાર પાસે મહત્ત્વપૂર્ણ સમર્થનની ઉલ્લેખનીય કમીનો અનુભવ કર્યો છે, જેથી અમારી ક્ષમતા અને કર્તવ્યમાં પ્રભાવી ઢંગે બાધા ઉત્પન્ન થઈ. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઐતિહાસિક સંબંધો અને દીર્ઘકાલીન ભાગીદારીને ધ્યાનમાં રાખતા સાવધાનીપૂર્વક વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.’

દૂતવાસે ભારતમાં રાજનાયિક સમર્થનની કમીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કાયદેસરના કામકાજી સરકારનો અભાવ છે. દૂતાવાસને બંધ કરવાની જાહેરાત સાથે અફઘાનિસ્તાની દૂતવાસે કર્મીઓ અને સંસાધનોની કમી જેવા પડકારોનો સંદર્ભ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજદૂતોના વિઝા સમય પર રિન્યૂ ન કરવામાં આવ્યા, જેના કારણે ટીમમાં નિરાશા ઉત્પન્ન થઈ. અફઘાન નાગરિકો માટે ઇમરજન્સી કાન્સુલર સેવાઓ દૂતાવાસને મેજબાન દેશોને સ્થળાંતરીત થવા સુધી ચાલુ રહેશે.

દૂતાવાસ તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન દૂતવાસના રાજદૂત અને અન્ય વરિષ્ઠ રાજદૂત ભારત છોડીને યુરોપ અને અમેરિકા જતા રહ્યા, જ્યાં તેમણે શરણ લીધું. અધિકારીઓએ કહ્યું કે, 5 અફઘાન રાજદૂતોએ દેશ છોડ્યો. દૂતાવાસે કહ્યું કે વિદેશ મંત્રાલયને પહેલા નવી દિલ્હીમાં પરિચાલન બંધ કરવાના પોતાના નિર્ણયથી અવગત કરાવવામાં આવ્યું હતું. તેની સાથે જ સરકારને ભારતમાં રહેવા, કામ કરવા, અભ્યાસ કરવા, વેપાર કરવા અને વિભિન્ન ગતિવિધિઓમાં સામેલ થનારા અફઘાનોના હિતોની રક્ષાનો આગ્રહ કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp