નોઇડા બની રહ્યું છે વિદેશીઓ માટે ડ્રગ્સ કેપિટલ, પોલીસે રેડ કરી તો બેડબોક્સમાં...

ગ્રેટર નોઇડાના ઘણા પોશ વિસ્તારોમાં ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો છે. રેકેટમાં કેટલાક વિદેશી નાગરિકો સામેલ હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે ઘણી સોસાયટીમાં વિદેશી નાગરિકોના પાસપોર્ટ અને વિઝાની તપાસ કરવા માટે રેડ પાડવામાં આવી હતી. પોલીસ જ્યારે એલસ્ટોનિયા સોસાયટીમાં પહોંચી તો ત્યાં ગજબનો નજારો દેખાયો. જેવી જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી, તો કેટલાક વિદેશી નાગરિક બેડ બોક્સમાં છુપાવા લાગ્યા. તેમણે છેતરવાનું નક્કી કર્યું, પરંતુ પકડાઈ ગયા.
પોલીસકર્મી પણ તેને જોઈને પોતાનું હસવું રોકી ન શક્યા. તો સોશિયલ મીડિયા પર રેડ જોઈને લોકો પોતાની જાતને હસતા રોકી શકતા નથી. ગ્રેટર નોઇડાના એલસ્ટોનિયા સોસાયટીમાં પોલીસ વિદેશી નાગરિકોના વિઝા અને પાસપોર્ટ વેરિફિકેશન માટે પહોંચી હતી. પોલીસ આવવાની જાણકારી મળતા વિદેશી નાગરિક ડરી ગયા અને આમ તેમ ફ્લેટમાં છુપાવા લાગ્યા. કેટલાક વિદેશી લોકો બેડ બોક્સમાં જ છુપાવા લાગ્યા. પોલીસે તેમને બોક્સમાંથી કાઢીને ધરપકડ કરી લીધી.
ग्रेटर नोएडा के एलस्टोनिया सोसाइटी में जब विदेशी की नागरिकों के वीजा और पासपोर्ट की सत्यापन के लिए टीम पहुंची तो वहां हड़कंप मच गया। घबराए हुए विदेशी नागरिक फ्लैट में इधर-उधर छिपने लगे कुछ तो डबल बेड के बॉक्स में छुपे हुए थे, जिन्हें पुलिस ने बॉक्स से निकालकर गिरफ्तार किया है pic.twitter.com/WTmPImyeZe
— Arvind Uttam (@arvinduttam_ND) June 3, 2023
ગ્રેટર નોઇડાની મિત્રા સોસાયટી સહિત ઘણા સેક્ટરોમાં રેડ પાડવામાં આવી. પોલીસ એક મહિનાની અંદર કુલ 35 વિદેશી નાગરિકોની ધરપકડ કરી ચૂકી છે. તો 10 કરતા વધુ મહિલાઓન ધરપકડ થઈ છે. નોઇડામાં રહેનારા વિદેશી મોટી સંખ્યામાં શહેર છોડીને ફરાર થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં લાગી છે. આ અભિયાનની અસર અન્ય સોસાયટીમાં પણ નજરે પડી. જે.બી. અમાન સોસાયટીમાં તો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોને કચરાના ઢગમાં નાખીને પ્રયાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
જોકે, સોસાયટીના ગાર્ડે તેમને સળગાવવા પહેલા જ બચાવી લીધા. સોસાયટીના પ્રેસિડેન્ટ યોગેશ સિંહે જણાવ્યું કે, તેમને આગની જાણકારી ગાર્ડે આપી હતી, જ્યારે તેઓ ઘટનસ્થળ પર પહોંચ્યા તો તેમને સળગતા બચાવવામાં આવ્યા. પાસપોર્ટ, કેટલાક સીમકાર્ડ અને ખરાઇના ફોર્મ કચરાના ઢગમાંથી મળ્યા. તે N22 ટાવર પાછળ અજાણ્યા લોકોએ સળગાવ્યા હતા. પોલીસે 14 નેપાળી, 4 બાંગ્લાદેશી અને 4 ભારતીય પાસપૉર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ દસ્તાવેજોને જપ્ત કરીને કેસની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp