શિક્ષિકા તરીકે 35 વર્ષ પછી સેવાનિવૃત્ત પત્નીને પતિએ 4 કરોડની કારમાં ઘરે પહોંચાડી

PC: twitter.com

રાજસ્થાનના અજમેરમાં આવેલી વરિષ્ઠ માધ્યમિક શાળા હાથીખેડામાંથી સોમવારે શિક્ષિકા આશા ત્રિપાઠી નિવૃત્ત થયા. તેમની નિવૃત્તિ એટલા માટે ખાસ છે, કારણ કે તેના પતિ સૂર્યકાંત ત્રિપાઠી તેની નિવૃત્તિ વિદાય સમારંભ પછી 4 કરોડની કિંમતની મોંઘી કાર લિમોઝીનમાં શાળાથી રામનગર દયાનંદ કોલોનીમાં પોતાના ઘરે લઇ ગયા હતા. લક્ઝરી કારને જોવા માટે શાળામાં બાળકો અને શિક્ષકોની ભીડ પણ ઉમટી પડી હતી.

સોમવારે, રામનગર દયાનંદ કોલોનીમાં રહેતા આશા ત્રિપાઠી, રાજસ્થાનના અજમેરમાં સિનિયર સેકન્ડરી સ્કૂલ હાથીખેડામાંથી શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા હતા. આશા ત્રિપાઠીએ 35 વર્ષ સુધી શિક્ષિકા તરીકે સેવા આપી હતી. આશા ત્રિપાઠીની નિવૃત્તિના વિદાય સમારંભ પછી, તેમના પતિ સૂર્યકાંત ત્રિપાઠી તેમને શાળામાંથી 4 કરોડની કિંમતની લક્ઝરી ઈમ્પોર્ટેડ કાર લિમોઝીનમાં ઢોલ નગારા સાથે દયાનંદ કોલોનીમાં તેમના ઘરે લઈ ગયા.

શિક્ષિકા આશા ત્રિપાઠીએ જણાવ્યું કે, પતિ અને તેમના બાળકો ઈચ્છતા હતા કે તેમની નિવૃત્તિ કંઈક ખાસ હોવી જોઈએ. નિવૃત્તિના અવસરે આટલા લક્ઝરી વાહનમાં ઘરે જશે એવું તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. આ માટે તે તેના પતિ, બાળકો અને પરિવારના તમામ સભ્યોનો આભાર માને છે.

આશા ત્રિપાઠીના પતિ સૂર્યકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, 35 વર્ષની સર્વિસમાં તેમની પત્નીએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેમની નિવૃત્તિને યાદગાર રીતે ઉજવવાની ઈચ્છા હતી. તેમની ઈચ્છા હતી કે તેમની પત્ની નિવૃત્તિ વિદાય સમારંભ પછી હેલિકોપ્ટર દ્વારા સ્કૂલથી ઘરે પહોંચે, પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરની વ્યવસ્થા થઈ શકી ન હતી.

હેલિકોપ્ટર ન મળતાં સૂર્યકાંત ત્રિપાઠીએ દિલ્હીથી 26 ફૂટ લાંબુ લિમોઝિન વાહન મંગાવ્યું અને નિવૃત્તિ વિદાય સમારંભ પતિ ગયા પછી તે લક્ઝરી વાહનમાં પત્નીને ઘરે લઈ ગયા, જેથી તેમનો વિદાય સમારંભ યાદગાર બની રહે. આશા ત્રિપાઠી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હાથીખેડામાંથી શિક્ષિકા તરીકે સોમવારે નિવૃત્ત થયા હતા. શિક્ષિકા ત્રિપાઠીના નિવૃત્તિ પ્રસંગે ઘણા શિક્ષકો અને બાળકો પણ ભાવુક દેખાયા હતા. તે સાથે, શિક્ષક અને બાળકોએ ખુશીથી નાચતા તેમને વિદાય આપી.

શાળાના શિક્ષિકા નિર્મલા ટાંકે જણાવ્યું કે, શિક્ષિકા આશા ત્રિપાઠીનો શાળામાં ખૂબ સારો સહકાર હતો. તેમણે બાળકો માટે સંપૂર્ણ સમર્પણ સાથે હિન્દી અને ગણિતનો અભ્યાસ કરાવ્યો હતો. બાળકોને શિક્ષકની નિવૃત્તિની માહિતી મળતાની સાથે જ બાળકોએ ભેટ અને કેકની પણ તૈયારી કરી હતી. શિક્ષિકાની નિવૃત્તિ પર, શાળાના બાળકોએ કહ્યું કે, તેઓને શિક્ષિકા ખૂબ જ સારી રીતે ભણાવતા હતા, જેના કારણે તેઓ વર્ગમાં સારા માર્કસ મેળવતા હતા. શિક્ષિકા આશા ત્રિપાઠીની નિવૃત્તિ પર તેઓને ખુશીની સાથે દુઃખ પણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp