લગ્નના 4 મહિના પછી પત્નીને તેના પ્રેમીના ગામે છોડીને ભાગી ગયો પતિ

PC: indiatoday.in

ઉત્તર પ્રદેશના રામપુરથી એક આશ્ચર્યચકિત કરનાર મામલો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીને તેના પ્રેમીના ઘરે છોડી દીધું છે, પણ લગ્નમાં મળેલા કરિયાવરને પાછું આપવાનું નામ નથી લઇ રહ્યો. છોકરીના પિતાનું કહેવું છે કે, ચાર મહિના પહેલા તેમને તેમની દીકરીના લગ્ન શાહબાદ પોલીસ સ્ટેશનના શિવા સાથે કર્યા હતા અને પોતાની પરિસ્થિતિથી વધુ કરિયાવર આપ્યો હતો. ત્યાર બાદ દીકરી અને જમાઈમાં કંઈક વિવાદ શરૂ થયો હતો.

મામલો અઝીમનગર પોલીસ સ્ટેશનના એક ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે યુવકને જાણ થઇ કે, તેની પત્નીના લગ્ન પહેલા કોઈની સાથે પ્રેમ સંબંધ હતો, તેના કારણે તે ગુસ્સો થયો. રવિવારે સવારે શાહબાદ વિસ્તારના રહેવાસી યુવકે પોતાની પત્નીને એક લગ્નમાં જવા માટે તૈયાર થવા કહ્યું અને આ દરમિયાન તેને રસ્તામાં પત્નીને પ્રેમીના ગામે છોડીને આવ્યો હતો.

હંમેશાં આવી કહાનીઓ ફિલ્મોમાં જોવા મળે છે, પણ અહીં પર 3 જિંદગીઓ વચ્ચે મુશ્કેલીઓ નિર્માણ થઇ, એક બાજુ પતિ-પત્ની અને બીજું બાજુ અલગ થયેલા પ્રેમી અને પ્રેમિકા હવે સાત જન્મો માટે એક-બીજાથી અલગ થઇ ગયા છે. આ બધાની વચ્ચે રસપ્રદ વાત એ છે કે, શિવાએ પોતાની પત્નીને તો તેના પ્રેમીના ઘરે છોડી દીધું, પણ લગ્નના દરમિયાન મળેલો કરિયાવર પોતાની કબ્જામાં લઇ લીધો.

છોકરીના પિતા ચંદ્રપાલ આ વાતનો ખુલાસો કરતા ખૂબ જ દુ:ખી હતા કે, સમાજમાં તેમનું ખૂબ જ અપમાન થયો હતો, પણ મહેનતની કમાણીથી દીકરીને કરિયાવર આપ્યો હતો, જે તેમનો જમાઈ શિવા હાલમાં પાછો આપવા માટે તૈયાર નથી, જયારે તે તેમની દીકરીને પ્રેમી પાસે છોડીને ચાલ્યો ગયો છે. ચંદ્રપાલનું કહેવું છે કે, તેને લગ્નમાં આપેલો કરિયાવર પાછો મળવો જોઈએ, જેથી તે પોતાની બીજી દીકરીનું લગ્ન કરી શકે છે.

છોકરીના પિતાનું કહેવું છે કે, જ્યારે જમાઈએ તેમની દીકરીને છોડી દીધું છે, તો લગ્નનો કરિયાવર પણ પાછો આપવો જોઈએ. છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, લગ્નના પછી પણ તેમની દીકરીને કરિયાવર માટે હેરાન કરવામાં આવતી હતી, પણ જ્યારે હવે અમે કરિયાવર માગવા ગયા તો, અમને ભગાડી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp