અબોલ પક્ષીનો પ્રેમ, 4 મહિના પછી આરીફને જોયો તો સારસ ખુશીથી ઉછળી પડ્યું, વીડિયો

PC: indiatimes.com

ઉત્તર પ્રદેશના અમેઠીના આરીફ અને સારસની ચર્ચા દેશભરમાં ચાલી હતી અને અનેક દિવસો સુધી આરીફ-સારસની મિત્રતાની લોકો વખાણ કરતા રહ્યા હતા. તેમની દોસ્તી હોય કે પછી તેમનું અલગ થવું, હમેંશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યું છે. આરીફથી અલગ થયા પછી સારસને કાનપુર પક્ષીઘરમાં રાખવામાં આવ્યું હતું. અહીં આવતા પ્રવાસીઓ સારસને ખાસ જોવા માટે ખાસ આવતા રહે છે.

સારસ સાથે દોસ્તી માટે જાણીતો આરીફ સારસને પણ યાદ કરતો રહેતો હતો. આખરે 4 મહિના પછી આરીફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સાથે કાનપુર પક્ષીઘર પહોંચ્યો હતો, પરંતુ તે વખતે તેની સારસ સાથે મુલાકાત શક્ય બની નહોતી.પરંતુ આરીફ ફરીથી સારસને મળવા પહોંચ્યો હતો.

આરીફે પોતે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે 4 મહિના પછી પોતે પોતાના મિત્ર સારસને મળવા કાનપુર પક્ષીઘર ગયો હતો. આરીફે કહ્યું કે, પહેલાં મેં પક્ષીઘરની ટિકીટ ખરીદી અને મોંઢા પર માસ્ક લગાવીને સારસને જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં પહોંચ્યો હતો. આરીફે જેવું મોંઢા પરથી માસ્ક હટાવ્યું કે તરત જ સારસ ખુશીથી ઉછળી ગયું હતું અને પોતાની પાંખો પટપટાવીને જાણે ડાન્સ કરવા માંડ્યું હતું. આરીફને જોયા પછી તેણે પોતાની ખુશીની અભિવ્યકિત કરી દીધી હતી. આરીફે કહ્યું કે, સારસે મને તરત જ ઓળખી લીધો હતો. આરીફે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.

આરીફે કહ્યુ કે, મને મારા દોસ્ત સારસની યાદ આવતી હતી એટલે તેને મળવા કાનપુર પક્ષીઘર ગયો હતો. આરીફે કહ્યું કે મને વસવસો છે કે સારસને હું મારી સાથે રાખી શકતો નથી, કારણકે વન વિભાગનો નિયમ છે. પરંતુ અમારી દોસ્તી ક્યારેય તુટવાની નથી, હું તેને નિયમિત મળવા જઇશ. સારસને મળ્યા પછી મને પણ એટલી જ ખુશી મળે છે.

અમેઠીમા રહેતા આરીફને  થોડા સમય પહેલા ખેતરમાંથી સારસ ઘાયલ હાલતમાં મળ્યુ હતું. એ પછી આરીફે તેની સારવાર કરી હતી અને તેને ખોરાક પણ આપ્યો હતો.  આટલા સમયમાં સારસ અને આરીફ વચ્ચે એવી દોસ્તી થઇ ગઇ હતી કે આરીફ બાઇક પર જતો તેની સાથે સારસ પણ ઉડતું ઉડતું જતું હતુ. પરંતુ જ્યારે વન વિભાગને જાણ થઇ ત્યારે સારસને કાનપુર પક્ષીઘરમાં લઇ જવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp