અમિત શાહની બેઠક પછી મહારાષ્ટ્ર પોલીસને નક્સલવાદીઓનો પત્ર મળ્યો, જાણો શું લખ્યું

PC: indiatv.in

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હરિયાણાના સૂરજકુંડમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. આ એપિસોડમાં, મહારાષ્ટ્રની નક્સલ વિરોધી ટીમને હવે નક્સલવાદીઓ દ્વારા જારી કરાયેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા યોજાયેલી બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા મોટાભાગના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી નક્સલવાદીઓને ખતમ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે. 28 જુલાઇથી 3 ઓગસ્ટની વચ્ચે નક્સલવાદીઓનો શહીદ સપ્તાહ હોય છે. આ દરમિયાન મહારાષ્ટ્રની એન્ટી નક્સલ ટીમને આ પત્ર મળ્યો છે.

મહારાષ્ટ્રના એન્ટી નક્સલ ટીમના DIG સંદીપ પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હરિયાણાના સુરજકુંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની બેઠક મળી હતી. આ બેઠક પછી નક્સલવાદીઓમાં ખાસ્સો ડર જોવા મળી રહ્યો છે. નક્સલવાદીઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જે રીતે સરકારે Liberation Tigers of Tamil Eelam (LTTE)ને ખતમ કરી નાંખી એ જ રીતે  નક્સલ ગતિવિધિઓને ખતમ કરવા માંગે છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે LTTને કોર્નર કરીને તેમની મૂવમેન્ટ ચલાવવામાં આવી અને પછી અને LTTને ખતમ કરી નાંખવામાં આવી. એ જ રીતે સરકારે નક્સલી પ્રવૃત્તિઓને કોર્નર કરીને ખતમ કરવાની યોજના બનાવી ચૂકી છે.

DIG સંદીપ પાટીલે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણામાં આ તમામ જગ્યાઓ પર વ્યૂહરચના હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. નક્સલવાદીઓએ આ પત્રમાં એમ પણ લખ્યું છે કે ભારતના અલગ-અલગ ખૂણામાં નક્સલવાદીઓની જે થિંક ટેંક છે, તે ભારતના અલગ અલગ ખુણામાં તેને સક્રીય કરે.

એક ખૂણામાં સક્રિય થવાથી તે LTT જેવું બનશે. એટલા માટે તેને ફેલાવવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય સરકાર દ્વારા નક્સલવાદીઓના નકલી  એન્કાઉન્ટરનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નકસલવાદ શબ્દ પશ્ચિમ બંગાળના નક્સલવાદી ગામમાંથી ઉદભવ્યો હોવાનું કહેવામાં આવે છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ ચારુ મજુમદાર અને કનુ સાન્યાલે 1967માં શાસન સામે સશસ્ત્ર ચળવળ શરૂ કરી હતી. મઝુમદાર ચીનના સામ્યવાદી નેતા માઓ ઝેડોંગના ખૂબ પ્રશંસક હતા. તેથી જ નક્સલવાદને 'માઓવાદ' પણ કહેવામાં આવે છે.નકસ્લવાદી પ્રવૃતિને કારણે અનેક નિદોર્ષ લોકો, પોલીસો અને સેનાના જવાનોએ જીવ ગુમાવવાના અનેક કિસ્સા બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp