દુકાનમાં ઘૂસીને ચોરી કર્યા બાદ ચોરે કર્યો ડાન્સ, લેપટોપ અને રોકડ લઈ ગયા

PC: aajtak.in

ચોર ચોરી કરીને તેની ખુશી પણ મનાવે છે. હા તમને પણ જાણીને નવાઈ લાગી ને..! જી હાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોર દુકાનમાં ઘુસીને લેપટોપ તથા અન્ય રોકડની ચોરી કરી તેની આનંદમાં ડાન્સ કરવા લાગે છે. આ તમામ ઘટના કેમેરામાં કેદ થઈ છે. 

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં (MP શિવપુરી) ચોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં દુકાનમાં ઘુસ્યા બાદ ચોરે પહેલા રોકડ અને સામાનની ચોરી કર્યો. ત્યારબાદ તે ત્યાં ડાન્સ કરવા લાગ્યો. ચોર દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. માહિતી બાદ પોલીસે મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, શિવપુરી જિલ્લાના ખનિયાંધાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુડર રોડ પર મોદી ટાઈલ્સ અને ગલ્લા વ્યાપારીની દુકાનો છે. અહીં એક ચોર દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો. આ પછી તેણે સામાનની ચોરી કરી અને બેફિક્ર થઈને ડાન્સ પણ કર્યો.

આ ઘટના અંગે મોદી ટાઇલ્સના માલિક વિકાસ જૈન અને ગલ્લાના વેપારી ચેતન જૈને જણાવ્યું કે, તેઓ રોજની જેમ સાંજે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાનના તાળા તૂટેલા હતા.

ત્યારબાદ જ્યારે સીસીટીવી જોયા તો ચોરે બંને દુકાનમાં એક ચોર લેપટોપ સહિત રોકડ અને અન્ય કાગળો લેતો હતો. આ દરમિયાન ચોરે ડાન્સ પણ કર્યો હતો. આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વેપારીનો દાવો છે કે બંને દુકાનોમાંથી લાખો રૂપિયાનો સામાન ચોરાઈ ગયો છે.

લોકોનું કહેવું છે કે ખાનીયાંધાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવામાં પોલીસ નિષ્ફળ રહી છે. પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે એસઆઈ રણવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે બે દુકાનોમાં ચોરી થઈ છે. આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp