પેટ્રોલ ભરાવ્યા પછી ગ્રાહકે 2000ની નોટ કાઢી, કર્મચારીએ ટાંકી ખાલી કરાવી દીધી

PC: aajtak.in

ભલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવી બુમરાણ કર્યા કરે છે કે 2000ની નોટ લીગલ ટેન્ડર છે અને ચલણમાં ચાલું જ છે, બધાએ આ નોટ સ્વીકારવાની છે, પરંતુ રોજબરોજ હવે લોકોને કડવા અનુભવો થઇ રહ્યા છે, શોપીંગ મોલ હોય, કે કરિયાણાની દુકાન હોય, પેટ્રોલ પંપ હોય કોઇ જગ્યાએ હવે 2000ની નોટને કોઇ હાથ લગાડતું નથી. ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ગ્રાહકે પેટ્રોલ ભરાવી દીધા પછી ગુલાબી નોટ બહાર કાઢી તો પેટ્રોલ પંપના કર્મચારીએ ભરેલું પેટ્રોલ ટાંકીમાંથી પાછું ખાલી કરાવી દીધું. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

લાંબા સમયથી બજારમાં ન દેખાતી 2000ની નોટ હવે ઝડપથી દેખાઈ રહી છે. કારણ જાહેર છે. હવે આ નોટમાં લોકો માટે જંજાળ સાબિત થઇ રહી છે. RBIની જાહેરાત બાદ લોકો 2000ની ગુલાબી નોટ લઈને પેટ્રોલ પંપ સહિત શોપિંગ મોલમાં પહોંચી રહ્યા છે. ઘણા પેટ્રોલ પંપ 2000ની નોટ જોઇને પેટ્રોલ આપવાની ના જ પાડી દે છે.તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના જાલૌનનો છે. અહીં એક યુવકે પહેલા પેટ્રોલ ભરાવ્યું. આ પછી, તેણે 2000ની નોટ આપતાની સાથે જ પેટ્રોલ પંપના કર્મચારીઓએ તેના વાહનની ટાંકીમાંથી પેટ્રોલ પાછું લઈ લીધું. યુવકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

સોમવારે સવારે એક સ્કૂટી સવાર પેટ્રોલ લેવા આવ્યો હતો. 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે 2 હજારની નોટ આપી. પંપના કર્મચારીએ તેને લેવાની ના પાડી. બંને વચ્ચે બોલાચાલી થઇ. પણ પેટ્રોલ પંપના કર્મચારી છુટવા ન આપવા અડી ગયો હતો.યુવાને પંપના કર્મચારીને કહ્યું કે, સરકારે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રાખી છે,  પરંતુ પેટ્રોલ પંપનો કર્મચારી માન્યો નહીં અને સ્કુટીમાંથી પેટ્રોલ પાછું કાઢી લીધું હતું.યુવકે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

RBI 2000ની નોટને વારંવાર લીગલ ટેન્ડર હોવાની વાત કરે છે, પરંતુ લોકોને એ બાબતની  માહિતી નથી આપવામાં આવી કે જો 2000ની નોટ કોઇ સ્વીકારવાની ના પાડે તો ફરિયાદ કોને કરવી?  જો કે 2000ની નોટનું કમઠાણ પહેલેથી જ છે, ચલણમાં આવી ત્યારે પણ છુટ્ટાની ભારે સમસ્યા રહેતી હતી.

પેટ્રોલ પંપના સંચાલક રાજીવ ગિરહોત્રાએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ કે, RBIએ નિર્ણય લીધો પછી સૌથી વધારે ભારણ પેટ્રોલ પંપો પર આવી રહ્યું છે, લોકો 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવે અને 2000ની નોટ કાઢે, અમારે છુટ્ટા ક્યાંથી લાવવા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp