26th January selfie contest

જોશીમઠ બાદ હવે ચંબામાં પણ મંડરાયું જોખમ, દિવાલોમાં પડી રહી છે તિરાડ

PC: aninews.in

ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે કેટલાક અન્ય જિલ્લાઓમાં પણ ઇમરતોમાં મોટી તિરાડો પડવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટિહરી જિલ્લાના ચંબામાં મકાનો અને ભવનોમાં તિરાડ પડી છે. અહી 20-30 ઘરોની દીવાલોમાં તિરાડ પડી ચૂકી છે. કેટલીક જગ્યાઓ પર જમીન પણ ધસવાના સમાચાર આવ્યા છે. ભૂસ્ખલનના ડરથી સ્થાનિક લોકોએ બુધવારે સરકારને આ મુદ્દા પર ધ્યાન લેવા અને આવશ્યક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

સ્થાનિક લોકોએ જાણકારી આપી કે, ટિહરી તળાવથી નજીકના ગામોમાં ભૂસ્ખલન થઇ રહ્યું છે અને ચંબાના ભોંયરા ઉપર અને પાસેના ઘરોમાં તિરાડો વધી ગઇ છે, જેથી અડધો ડઝનથી વધુ પરિવાર જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે, ઓલ વેધર પ્રોજેક્ટ હેઠળ ચંબામાં 440 મીટર લાંબા ભોયરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભોયરું બન્યા બાદ ચંબાના મુખ્ય બજારના ઘરોમાં તિરાડ નજરે પડવા લાગી છે. તેનાથી પ્રભાવિત સ્થાનિક રહેવાસી દીપક તિવારીએ જણાવ્યું કે, ‘ભોંયરાનું નિર્માણ શરૂ થયા બાદ તિરાડ દેખાવા લાગી. કેટલાક સરવે થયા પરંતુ કોઇ કાર્યવાહી ન થઇ.’

તેણે આગળ કહ્યું કે, અમારે ત્યાં ભાડૂત રહેતા હતા, પરંતુ અમે તેમને વર્ષ 2019માં ખાલી કરાવી દીધું. અમે માગ કરીએ છીએ કે સરકાર જોશીમઠની જેમ જ અહીં પણ ઉપાય કરે. અન્ય એક સ્થાનિક દિનેશ પ્રસાદ કોટિયાલે કહ્યું કે, મારું ઘર ચંબા ટનલ પાસે છે, ઘર ત્યારે પ્રભાવિત થયું, જ્યારે ભોંયરું માત્ર 3-4 મીટરનું હતું. ત્યારથી સીવરેજ સિસ્ટમે પણ કામ કરવાનું બંધ કરી દીધું છે. ઘર અને બાથરૂમનું સમારકામ કરાવવામાં આવ્યું, પરંતુ નવ નિર્માણમાં પણ તિરાડ અને ધસવાનો સામનો કરવું પડી રહ્યો છે.

બડોની વિસ્તારમાં પ્રભાવિત અન્ય એક સ્થાનિકે કહ્યું કે, એક મોટી આપત્તિ મંડરાઇ રહી છે, પરંતુ અમે સમજી શકતા નથી કે અધિકારી કોની રાહ જોઇ રહ્યા છે. બીજી તરફ જોશીમઠમાં ચાલી રહેલા ભૂસ્ખલન મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઇમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી છે. ઉત્તરાખંડ સચિવાલયમાં 13 જાન્યુઆરી બપોરે 12:00 વાગ્યે મુખ્યમંત્રી ધામીની અધ્યક્ષતા ઇમરજન્સી કેબિનેટ બેઠક શરૂ થશે. ત્યારબાદ જોશીમઠ આપત્તિમાં પીડિત પરિવારો માટે રકમ અને અન્ય પ્રકારની વ્યવસ્થાઓને લઇને નિર્ણય થશે.

આ દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગના 2 વર્ષની સ્ટડીમાં સામે આવ્યું કે, જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારમાં દરેક 2.5 ઈંચના દરે જમીન ધસી રહી છે. દેહરાદૂન સ્થિત સંસ્થા દ્વારા સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરતા આ સ્ટડી કરવામાં આવી હતી. જુલાઇ 2020થી માર્ચ 2022 સુધી એકત્ર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરથી જાણકારી મળે છે કે આખું ક્ષેત્ર ધીરે-ધીરે ધસી રહ્યું છે. ધસનારું ક્ષેત્ર આખી ઘાટીમાં ફેલાયેલું છે અને જોશીમઠ સુધી જ સીમિત નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા સ્માર્ટ સિટી યોજના હેઠળ પાઇપલાઇન લગાવવામાં આવી હતી, જે હવે કથિત રીતે લીક થઇ રહી છે, જેથી તિરાડ પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp