અલ્લાહ અને ઓમને એક બતાવનાર મદનીએ હવે આપ્યું બીજુ મોટું નિવેદન

PC: hindustantimes.com

દિલ્હીના રામલીલા મેદાનમાં અલ્લાહ અને ઓમને નિરાકાર બતાવ્યા બાદ ફરી એક વખત જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, આપણે બધા એક માતા-પિતાના સંતાન છીએ. આપણે ધર્મથી ઉપર ઊઠીને માણસાઈના પુરાવા આપતા અરસપરસ ભાઇચારા સાથે રહેવું જોઈએ. તેનાથી દેશના વિકાસમાં સહયોગ થશે. દેવબંદના ભાયલા ગામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા કર્નલ રાજીવના આવાસ પર હોળી મિલન કાર્યક્રમમાં પહોંચેલા મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, આપણી હજારો વર્ષ જૂની તારીખ છે, જેમાં આપણે ગામે-ગામમાં પ્રેમ સાથે રહીએ છીએ.

તેમણે કહ્યું કે, આપણે તેને જીવિત કરવી જોઈએ. આજે જે લોકો અવસરવાદી ઈંટ રાખીને અરસપરસ નફરત ફેલાવી રહ્યા છે, આપણે આગળ આવીને તેમનો વિરોધ કરવો જોઈએ. મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, અરસપરસના ભાઇચારાથી દેશની વિકાસમાં આપણે બધાએ સહયોગ કરવો જોઈએ. ભાઇચારા સાથે રહેવાનો સંકલ્પ લેવો જોઈએ. મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, આ જ પાયો હશે, જેનાથી દેશમાં અરસપરસમાં ભાઈચારો ઉત્પન્ન થશે. અરસપરસનો મેળ મિલાપ છોડીને નફરત ઉત્પન્ન કરવાથી આ દેશનો વિકાસ નહીં થાય, પરંતુ દેશને પાછળ ધકેલશે.

તેમણે કહ્યું કે, જે પ્રકારે આપણે પહેલાથી એક-બીજા સાથે ભાઇચારા સાથે રહેતા આવ્યા છીએ, આગળ પણ આપણે એ જ પ્રકારે જિંદગ પસાર કરવી જોઈએ. એ જ સંદેશ આતા આવ્યા છીએ અને હવે જ્યાં સુધી જિંદગી રહેશે ત્યાં સુધી આપતા રહીશું. આ દરમિયાન તેમણે કર્નલ રાજીવનો પણ હોળી મિલન કાર્યક્રમમાં બોલાવવા માટે આભાર માન્યો. આ દરમિયાન ભાજપના નેતા કર્નલ રજીવે કહ્યું કે, તેમના એક નાનકડા આમંત્રણ પર મૌલાના અરશદ મદની હોળીના મિલન કાર્યક્રમમાં આવ્યા એ તેમના માટે ખૂબ જ ગર્વની વાત છે. કાર્યક્રમ આયોજક કર્નલ રાજીવે કહ્યું કે, એક-બીજાના તહેવારોમાં સામેલ થઈને જ બંને સમુદાયો વચ્ચે ફેલાવવામાં આવેલી નફરત સમાપ્ત કરી શકાય છે.

જમીયત ઉલેમા-એ-હિંદના 34મા અધિવેશનમાં મૌલાના અરશદ મદનીએ એવું નિવેદન આપી દીધું હતું કે, બીજા ધર્મના ધર્મગુરુઓ ગુસ્સામાં મંચ છોડીને જતા રહ્યા હતા. મૌલાના અરશદ મદનીએ કાર્યક્રમમાં બોલતા અલ્લાહ અને ઓમની તુલના કરી દીધી હતી. તેના પર જૈન મુનિ આચાર્ય લોકેશ મુનિએ વિરોધ કર્યો અને કહ્યું કે, હળીમળીને અને પ્રેમથી રહેવાની વાત સારી છે, પરંતુ મનુ અને તેના સંતાનની વાતો બેકાર કરી. એટલું કહેતા જ લકેશ મુનિએ મંચ છોડી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp