CM શિંદેનું સ્ટીકર હટાવીને પવાર સીધા CMની ખુરશી પર બેસી ગયા,મહારાષ્ટ્રમાં હંગામો

PC: india.postsen.com

મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં મનોરા વિધાયક નિવાસનો ભૂમિપૂજન કાર્યક્રમ હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને બંને DyCM હાજર રહ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં CM એકનાથ શિંદે કોઈ કારણોસર હાજર રહી શક્યા ન હતા. રાહુલ નાર્વેકરે અજિત પવારને CMની ખુરશી પર બેસવા કહ્યું. આ પહેલા નાર્વેકરે ખુદ ખુરશી પર CM શબ્દો લખેલું સ્ટીકર પણ હટાવી દીધું હતું. રાહુલ નાર્વેકરની આ હરકત પછી ઘણા લોકોની આંખો તરડાઈ ગઈ હતી.

અહીં તમને જણાવી દઈએ કે, અજિત પવારે કરેલા બળવા પછી મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. અજિત પવારના સમર્થકો સતત દાવો કરી રહ્યા છે કે, તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્રના CM બનશે. તેમના સિવાય વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા પણ આવા દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બન્યા પછી વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ તેમની પ્રતિક્રિયા આપી છે. રાહુલ નાર્વેકરે કહ્યું કે, આવા શુભ દિવસે નકામી ચર્ચાઓ શરૂ ન કરો. CM શિંદે અંગત સમસ્યાઓના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.

ભૂમિપૂજન કાર્યક્રમ થયા પછી મંચ પર ચંદ્રકાંત પાટીલ, નીલમ ગોરે, રવિન્દ્ર ચવ્હાણ, રાહુલ નાર્વેકર, DyCM દેવેન્દ્ર ફડણવીસ બેઠા હતા. આ દરમિયાન DyCM અજિત પવાર પણ મંચ પર આવ્યા હતા. તેમની બેઠક ચંદ્રકાંત પાટીલ અને નીલમ ગોરે વચ્ચે રાખવામાં આવી હતી. અજિત પવાર પોતાની ખુરશી પર બેસી ગયા હતા. CM એકનાથ શિંદેની ખુરશી ખાલી હતી.

CM શિંદે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હોવાથી, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અજિત પવારને CM શિંદેની ખુરશી પર બેસવા વિનંતી કરી. પરંતુ ખુરશી પર CM લખેલું સ્ટીકર હતું. રાહુલ નાર્વેકરે બાજુની ખુરશી પરથી સ્ટીકર જાતે હટાવી દીધું. રાહુલ નાર્વેકરના સ્ટીકર હટાવ્યા પછી અજિત પવાર તે ખુરશી પર બેસી ગયા. આ પછી કાર્યક્રમ શરૂ થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે મનોરામાં આવાસ બનાવવામાં આવી રહ્યા છે. એક બિલ્ડિંગમાં 40 માળ અને બીજી બિલ્ડિંગ 28 માળની હશે. એક જ પરિસરમાં લગભગ 1200 કરોડના ખર્ચે વિધાનસભાના 288 અને વિધાન પરિષદના 78 સહિત કુલ 368 ધારાસભ્યો માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp