
જ્યારે આપણે કોઇ અન્ય દેશમાં જઇએ છીએ તો ત્યાંની ભાષા શીખવામાં આપણને રસ હોય છે. પણ અમુક લોકો ભાષાની સાથે સાથે કેટલીક અન્ય આદતો પણ શીખી લેતો હોય છે. સોશિયલ મીડિયા પર એક વિદેશીની ટ્વીટ વાયરલ થઇ રહી છે, જેને વાંચ્યા પછી ભારતીય હસ્યા વગર નથી રહી શકતા. અમુક યુઝર્સ બોલી રહ્યા છે કે, તેથી જ કહેવાય છે કે, જેવી સંગત તેવી રંગત. વાત એમ છે કે, આ વિદેશી વ્યત્કિએ ટ્વીટર પર પોતાની સાથે ત્રણ મહિના કામ કરનારા ભારતીય વ્યક્તિની તસવીર શેર કરતા દાવો કર્યો છે કે, આ છોકરાએ તેને ચૂનાની સાથે તમાકુ ખાતા શીખવાડી દીધું છે. ગજબ વાત તો એ છે કે, વિદેશીને ચૂના અને તમાકુનું કોમ્બિનેશન પસંદ પણ આવ્યું. હવે એ વાતને લઇને યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વાત 11મી એપ્રિલની છે. અગાબા નામના એક વ્યક્તિએ ભારતીય વ્યક્તિ સાથે પોતાની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, મેં આ ભારતીય વ્યક્તિ સાથે 3 મહિના કામ કર્યું તેણે મને સફેદ રંગના લોટ જેવા ચૂના સાથે તમાકુ ખાવાનું શીખવાડી દીધું છે. તે ગજબ હતું. તે મારા ભાઇ જેવો હતો. આ ટ્વીટને હાલ સુધી લગભગ 5 હજાર લાઇક્સ અને 1600થી વધારે રીટ્વીટ્સ મળી ચૂક્યા છે. લોકો સતત આના પર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, પ્રાઉડ બિહારી, તો બીજાએ લખ્યું કે, બોલો કેટલું નામ રોશન કરી રહ્યું છે ભારતનો યુવા. જ્યારે એક અન્યએ કહ્યું કે, બોલો ઝુબં કેસરી. આ આખી વાતમાં તમારો શું અભિપ્રાય છે, તે જણાવો.
I worked with this Indian guy for 3months. He taught me how to eat tobacco mixture with white coloured flour-like things(ssuna) It was damn cool. He was like a brother to me. pic.twitter.com/zJfJKFUE5H
— TheycallmeAgaba 🇺🇬 (@mac_agaba) April 11, 2023
લગભગ એક સપ્તાહ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે યુગાંડામાં સોલર ઉર્જા દ્વારા ચાલનારા વોટર સપ્લાય સિસ્ટમની વર્ચ્યુઅલી શરૂઆત કરી, જેનો એક વીડિયો તેમણએ ટ્વીટર પર શેર કર્યો હતો. આ વીડ્યોને લાખો લોકોએ જોયો અને હજારો લોકોએ પસંદ પણ કર્યો. સાથે જ સેંકડોએ પ્રતિક્રિયા પણ આપી. આ બધી પ્રતિક્રિયાઓ વચ્ચે એક ટ્વીટ અગાબાની પણ હતી, જેના પર યુઝર્સની નજર પડી અને ઇન્ટરનેટ પર છવાઇ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp