59 લાખની ચોરી કરી ભંડારો કરાવ્યો, ચોરોએ કર્યું વિચિત્ર પરાક્રમ

PC: aajtak.in

કાનપુરમાં એક કારના શોરૂમમાં ચોરીની ઘટના બની ગઈ હતી. અહીંથી ચોરો 59 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આખો મામલો સામે આવ્યા પછી કાનપુર પોલીસ ચોરોને પકડવામાં દિવસ-રાત એક કરી નાખ્યા હતા. પોલીસે ચોરોને ટ્રેસ કરીને કુંડામાંથી તેમની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 28 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચોરી કરેલા પૈસાથી આરોપીઓએ ગામમાં નાચવા ગાવાનું અને સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું.

હકીકતમાં, 4 જૂનની રાત્રે કાનપુરના મહારાજપુર સ્થિત ટોયોટાના શોરૂમમાં 59 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. શોરૂમની તિજોરી તોડીને ચોરોએ રૂપિયાની ચોરી કરી હતી. ઘટના સમયે શોરૂમનો સિક્યુરિટી સ્ટાફ પણ ફરજ પર હતો, પરંતુ તેમને પણ ચોરીની જાણ સુધ્ધાં થઈ ન હતી.

આ મામલો સામે આવ્યા પછી પોલીસની અનેક ટીમોએ ચોરોને શોધવામાં આકાશ પાતાળ એક કરી દીધું હતું, પરંતુ ઘણા દિવસોની શોધખોળ પછી પણ ચોરો વિશે કંઈ જ હાથ લાગ્યું ન હતું. શોરૂમના તમામ કર્મચારીઓ અને ગાર્ડની પણ કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની માહિતી મળી ન હતી.

પોલીસે સાયબર ટીમની પણ મદદ લીધી હતી. સર્વેલન્સ દ્વારા પોલીસને ખબર પડી કે 59 લાખ રૂપિયાની ચોરી કરનારા ચોર પ્રતાપગઢના કુંડા વિસ્તારના નવાબગંજ વિસ્તારના છે. આ સાથે જ પોલીસને એ પણ જાણવા મળ્યું કે, પનકી વિસ્તારમાં આવેલા અન્ય એક કારના શોરૂમમાં પણ આવી જ રીતે ચોરી થઈ હતી.

26 દિવસની તપાસ પછી પોલીસે પ્રતાપગઢમાંથી બે ચોરો શ્યામુ મૌર્ય અને સંજીતની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂ.28 લાખની રોકડ અને રૂ. 12 લાખની FD મળી આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે, આ બંને સામે ચોરી સહિતના અન્ય ગુનાઓ માટે ડઝનેક જેટલા કેસ નોંધાયેલા છે.

આ મામલે DCP શિવાજી શુક્લાનું કહેવું છે કે, બંને શોરૂમમાં થયેલી ચોરીની ઘટના તેમાં લાગેલા CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. તેના આધારે અને સાયબર ટીમના ઈનપુટ્સની મદદથી બંને ચોરોની ધરપકડ કરવામાં આવી હતી. બંને ગુડગાંવમાં પણ ચોરીના ગુનામાં જેલમાં ગયા છે. DCPએ વધુમાં જણાવ્યું કે, કારના શોરૂમમાંથી ચોરાયેલી રકમ સાથે બંનેએ ગામમાં નૃત્ય-ગાવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો અને મિજબાનીનું પણ આયોજન કર્યું હતું. જેમાં ગ્રામજનો અને સ્વજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp