અકસ્માત બાદ યુવકે કરી મારામારી, કોર્ટે આજીવન ભૂલનો અહેસાસ થાય એવી સજા આપી

PC: maharashtratimes.com

મહારાષ્ટ્રમાં, કોર્ટે માર્ગ અકસ્માત પછી હુમલાના દોષિત વ્યક્તિને એવી સજા આપી છે કે, જે તેને ભૂલ કર્યાનો જીવનભર અહેસાસ કરાવતી રહેશે. કોર્ટે દોષિતને જેલમાં મોકલવાની સજાને બદલે દરરોજ બે વૃક્ષો વાવીને અને પાંચ વખત નમાઝ અદા કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ ચુકાદો 12 વર્ષ જૂના એક કેસમાં આપ્યો છે.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવની એક અદાલતે, માર્ગ અકસ્માત વિવાદ કેસમાં એક મુસ્લિમ વ્યક્તિને દોષી ઠેરવ્યો છે. કોર્ટે તેને 21 દિવસ સુધી બે વૃક્ષો વાવીને પાંચ વખત નમાઝ અદા કરવાનો આદેશ આપ્યો હતો. મેજિસ્ટ્રેટ તેજવંત સિંહ સંધુએ 27 ફેબ્રુઆરીના રોજ પસાર કરેલા આદેશમાં નોંધ્યું હતું કે, પ્રોબેશન ઑફ ઑફેન્ડર્સ એક્ટની જોગવાઈઓ એક મેજિસ્ટ્રેટને એ સત્તા આપે છે કે, તે કોઈ દોષિત વ્યક્તિને વાજબી ચેતવણી આપ્યા પછી તેને મુક્ત કરી શકે છે, જેથી કરીને તે ખાતરી થઇ શકે તે આવો ગુનો ફરી વખત ન કરે.

કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, 'હાલના કેસમાં માત્ર ચેતવણી પુરતી નથી અને તે મહત્વનું છે કે દોષિત તેના ગુનાને યાદ રાખે, જેથી તે તેનું પુનરાવર્તન ન કરે. 'મારા મત મુજબ, વાજબી ચેતવણી આપવાનો અર્થ એ છે કે, ગુનો આચરવામાં આવ્યો હતો, આરોપી દોષિત સાબિત થયો છે અને તેણે તે યાદ રાખવું જોઈએ, જેથી તે ફરી ગુનાનું પુનરાવર્તન ન કરે.'

દોષિત રઉફ ખાન પર 2010ના એક કેસમાં કથિત રીતે એક વ્યક્તિ પર હુમલો કરવા અને માર્ગ અકસ્માતના વિવાદમાં ગંભીર ઇજા પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તેને દોષિત ઠેરવતા કોર્ટે કહ્યું કે, સુનાવણી દરમિયાન ખાને કહ્યું હતું કે, તે નિયમિત નમાજ નથી અદા કરી રહ્યો.

આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને 28 ફેબ્રુઆરીથી 21 દિવસ સુધી દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરવાનો અને સોનાપુરા મસ્જિદ પરિસરમાં બે વૃક્ષો વાવીને વૃક્ષોની સંભાળ રાખવાનો આદેશ આપ્યો હતો. ખાન સામે ભારતીય દંડ સંહિતાની કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), 325 (સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવી), 504 (ઇરાદાપૂર્વકનું અપમાન જેનાથી શાંતિનો ભંગ થાય છે) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે ખાનને IPC કલમ 323 હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને અન્ય આરોપોમાંથી મુક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp