પિતાના મૃત્યુ પછી મૃત્યુભોજ કરાવવાની જગ્યાએ દીકરો બાળકો માટે શાળાનો રૂમ બનાવશે

PC: navbharattimes.indiatimes.com

ધોલપુરના દયેરી ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. પિતાના અવસાન પછી આપવામાં આવતા પ્રેતભોજનની પરંપરાને તોડીને તેણે તેમાં ખર્ચ થનારા આ નાણાં શાળાના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું છે.

સમાજમાં લાવવામાં આવતા નવા પરિવર્તનો ઘણા લોકોને ભલે પસંદ ન આવે પણ આવા નવા અને સારા ફેરફારો જ નવા સમાજને આવકાર આપે છે. રાજસ્થાનના ધોલપુર જિલ્લામાંથી કંઈક આવું જ સામે આવ્યું છે. અહીં માણીયા વિસ્તારના દયેરી ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજેન્દ્ર જૈને પોતાના પિતાના અંતિમ સંસ્કાર પછી આપવામાં આવતા પ્રેતભોજનને બદલે તેમના વિસ્તારમાં આવેલી એક શાળામાં રૂમ અને બાઉન્ડ્રીની દીવાલ બનાવવાનું નક્કી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળાના આ વિકાસ પાછળ 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. 21 જૂનના રોજ રાજેન્દ્ર જૈનને શાળાના રૂમ બનાવવા માટે પાયો નાખવાની શરૂઆત કરી હતી. જ્યારે, ત્યાર પછી, શાળાના ઓરડાને તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમની આ પહેલની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

દયેરી ગામના રાજેન્દ્ર જૈને મૃત્યુ પછી અપાતા પ્રેતભોજન ન આપવાની એક શરૂઆત કરી છે. રાજેન્દ્ર જૈન કહે છે કે મૃત્યુ પછી અપાતું પ્રેતભોજન એક સામાજિક દુષણ છે, જેના માટે દરેક સમાજના લોકોએ તેની સામે લડવું જોઈએ. પ્રેતભોજનની પરંપરાને અનુસરવામાં ગરીબ લોકોની કમર તૂટી જાય છે. ગરીબ લોકો વ્યાજ પર પૈસા લઈને સમાજને દેખાડો કરવા પ્રેતભોજન જેવી પરંપરા કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં જોવામાં આવે તો, એકબીજાને જોઈને, તેના કરતા પણ વધુ સારું કરવાનું નક્કી કરવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો વ્યાજે પૈસા લઈને પણ તે કાર્ય કરે છે.

રાજેન્દ્ર જૈને જણાવ્યું કે, તેમના પિતા 87 વર્ષીય પુરણ જૈનનું 07 જૂને નિધન થયું હતું. ગામમાં મૃત્યુ પછી પ્રેતભોજન આપવાની પરંપરા ચાલી રહી છે, જેના માટે હું પણ પુત્ર હોવાને કારણે આ પરંપરાને અનુસરવાનું વિચારી રહ્યો હતો. પરંતુ તે પછી, મારા અંતરાત્માની વાત સાંભળીને, મેં મારો નિર્ણય બદલ્યો અને પ્રેતભોજન આપવાને બદલે શાળા બનાવવાનો વિચાર કરી લીધો. રાજેન્દ્ર  જૈન કહે છે કે, પ્રેતભોજન પાછળ થતો ખર્ચ બાળકોના ભવિષ્ય માટે વાપરવામાં આવે તો સારું રહેશે, એવું મારુ માનવું છે. પ્રેતભોજન આપવાની પરંપરાને બદલે શાળાનો રૂમ અને બાઉન્ડ્રીની દીવાલ બનાવવાની વાત સાંભળીને રાજેન્દ્ર જૈનનું ગામ અને તેમની આસપાસના ઘણા લોકો પણ તેમના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp