બે બહેનો 1 વર્ષ સુધી ઘરમાં કેદ રહી, પોલીસે ઘર ખોલ્યું તો...

PC: bhaskar.com

હરિયાણાના પાણીપતમાં ગયા એક વર્ષથી ઘરમાં કેદ રહેલી બે બહેનોને પોલીસે રેસ્ક્યુ કરી લીધી છે. માતા પિતાના અવસાન પછી બન્ને બહેનોએ પોતાને ઘરની અંદર જ કેદ કરી રાખી હતી. આજે પડોસીઓએ પોલીસને સૂચના આપી હતી. પોલીસ કર્મચારીઓએ બારીમાંથી તેમની સાથે વાતચીત કરી હતી, પણ બન્ને બહેનોએ દરવાજો ખોલવા માટે ના પાડી દીધી.

બન્ને બહેનોને સમજાવવા પર પણ ન માની તો પોલીસ ધાબા પરથી ઘરની અંદર દાખલ થઇ અને બન્ને બહેનોને બહાર કાઢીને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. ડોક્ટરો હાલ તે બન્ને બહેનોની સારવાર કરી રહ્યા છે.

ઘરની બાજુના બનેલા શ્રી ચિત્રગુપ્ત મંદિરના પુજારી કન્હૈયા કૌશિકે કહ્યું કે, બન્નેમાંથી એક જ બહેન તેમની સાથે વાત કરે છે. બીજી બહેનને ક્યારેય જોઇ નથી અને તેનો અવાજ પણ નથી સાંભળ્યો. એક બહેન બારીમાંથી કહે છે કે, મહારાજ પ્રસાદ આપજો.

જ્યારે તેને પ્રસાદ, લંગર વગેરે આપવા જઇએ છીએ, ત્યારે તેઓ થોડો જ દરવાજો ખોલે છે અને પ્રસાદ લઇને ફરીથી દરવાજો બંધ કરી દે છે. એક યુવતી બારીમાંથી અવાજ લગાવીને પડોસીઓ સાથે પણ ક્યારે ક્યારે કંઇ ખાવાનું માગી લેતી હતી. લારી વાળા પણ ફળોના નાના ટુકડા કરીને બારમાંથી આપી દેતા હતા.

કમલાએ કહ્યું કે, બન્ને બહેનોએ જ્યારે પોતે કમાવાનું શરૂ કર્યું તો ફેમિલીના અન્ય સભ્યો સાથે તેમની બોલચાલ ઓછી થઇ ગઇ હતી. તેમની પાસે અવર જવર પણ ઓછી થઇ ગઇ હતી. બન્ને બહેનોએ ડબલ MA સુધીનું ભણતર પુરું કર્યું છે.

બન્ને બહેનોની માતા અવસાનના 2 મહિના પહેલા સુધી બન્ને દિકરીઓના લગ્ન માટે છોકરાઓ જોતી હતી. જ્યારે, સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે, બન્નેમાંથી એક બહેનને થોડા સમય પહેલા પડી જવાથી પગમાં ઇજા પહોંચી હતી. હવે તેને હોસ્પિટલ લઇ ગયા પછી તેની કરોડરજ્જૂમાં હાડકામાં પણ ઇજા થઇ છે એમ કહેવાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp