હિમાલિયન ગીધ બાદ હવે શહેરમાં મળ્યું દુર્લભ સફેદ ઘુવડ, જોવા માટે લોકો થયા ભેગા

PC: khabarchhe.com

હિમાલયના બરફીલા તોફાનથી બચીને પક્ષીઓનું પલાયન કરવાનું યથાવત છે. ગત દિવસોમાં કાનપુરમાં હિમાલિયન ગીધ જોવા મળ્યું હતું. ત્યારબાદ હવે બજરિયાના કબ્રસ્તાનમાં હિમાલિયન ગ્રિફ્ફન બાદ બુધવારે બપોરે નવીન માર્કેટમાં દુર્લભ પ્રજાતિનું સફેદ ઘુવડ જોવા મળ્યું હતું. આટલા મોટા ઘુવડને જોવા માટે વેપારીઓની ભીડ ભેગી થઇ ગઇ. તે સફેદ બરફનું ઘુવડ હિમાલય અને યુરોપ સહિત વધારે ઊંચાઇવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

વન વિભાગના રેન્જર લલ્લુ સિંહના જણાવ્યા મુજબ, બપોરે લગભગ 1 વાગ્યે કેટલાક વેપારીઓએ ફોન પર એક ફૂટનો ઘુવડ બેઠો હોવાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા તો તે એક દુકાનની શટર પર બેઠું હતું. જેને વન વિભાગની ટીમે થોડા સમય સુધી મહેનત કર્યા બાદ આંગોછામાં નાખીને પકડ્યું. ત્યારબાદ તેને પ્રાણી સંગ્રહાલયમાં લઇ જવામાં આવ્યું, જ્યાં પશુ ચિકિત્સકોએ તેના પરીક્ષણ બાદ પૂરી રીતે સ્વાસ્થ્ય બતાવતા લેવાની ના પાડી દીધી.

ડૉક્ટરના જણાવ્યા મુજબ, તે ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાં જ જીવિત રહી શકે છે. તેને કેદ કરવાનો પ્રયત્ન કર્યો તો તે ખાવા-પીવાનું છોડી દેશે. એવામાં તેનું જીવન જોખમાં પડી શકે છે. ત્યારબાદ તેને એલેન ફોરેસ્ટના જંગલમાં છોડી દેવામાં આવ્યું છે. હિમાલય વિસ્તારમાં આવેલા બરફીલા તોફાનના કારણે ભોજન સંકટથી ઝઝૂમી રહેલા ગ્રિફ્ફન ગીધ પરિવાર સાથે પલાયન કરી ગયા છે. તેમાંથી જ એક જોડું છેલ્લા 4 દિવસોથી કાનપુરના બજરિયાના સ્લટર હાઉસ સ્થિતિ કબ્રસ્તાન પર મંડરાઇ રહ્યું હતું.

જેને શનિવારે સવારે વિસ્તારના યુવાઓએ પકડી લીધું હતું અને ત્યારબાદ તેને પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપવામાં આવ્યું હતું. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું કે, બજરિયાના રહેવાસી શફીક અને દિલશાદ કુરેશી નામના યુવાનોએ પોતાના સાથીઓ સાથે મળીને તેને પકડ્યું છે. તેમનું કહેવું હતું કે ગીધ સાથે માદા પર હતી, પરંતુ તે ઊડી ગઇ. જો કે પ્રાણી સંગ્રહલાયને રેન્જર લલ્લુ સિંહે સોંપ્યું હતું. વન વિભાગ માદાની શોધમાં લાગી ગયો છે.

પ્રાણી સંગ્રહાલયના ડૉક્ટરોના જણાવ્યા મુજબ, માદા પણ આવી જવાથી બ્રીડિંગ કરાવીને સંખ્યા વધારી શકાય છે. આ ગીધ 13 હજાર કિલોમીટરની ઊંચાઇ પર ઊડે છે. વર્તમાનમાં એલન વન પ્રાણી સંગ્રહાલયમાં પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા તેની દેખરેખ કરવામાં આવી રહી છે. નોકસેન્સે પશુ ચિકિત્સક નાસિર જૈદીના સંદર્ભે કહ્યું કે, આ પક્ષીનું વજન લગભગ 8 કિલો છે અને તેને થોડા સમય માટે અન્ય પક્ષીઓથી દૂર રાખવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp