પત્નીએ શરત મૂકી- તારી મા-બહેનના ફોન નંબર બ્લોક કર તો સાથે રહું, પતિએ બ્લોક કર્યા

PC: lalluram.com

મુરાદાબાદના નારી ઉત્થાન કેન્દ્રમાં કાઉન્સેલિંગ બાદ પતિ-પત્ની સાથે રહેવા માટે સંમત થયા. કાઉન્સેલિંગમાં મહિલાએ જણાવ્યું કે, અમારા ઘરમાં ઝઘડાનું મૂળ કારણ પતિની બહેન અને માતા છે. મહિલાએ તેના પતિને તેની માતા અને બહેનના મોબાઈલ નંબર બ્લોક કરવા કહ્યું. જેના પર પતિએ બંનેના નંબર બ્લોક કરી દીધા હતા. આ પછી મહિલા તેના પતિ સાથે રહેવા માટે રાજી થઈ ગઈ હતી.

જ્યારે પતિએ તેની માતા અને બહેનના નંબર બ્લોક કર્યા તો પત્ની તેની સાથે રહેવા માટે રાજી થઈ ગઈ. પતિ ચાર મહિના સુધી બહેનના ઘરે પણ નહીં જાય. મુરાદાબાદમાં મહિલા ઉત્થાન કેન્દ્રમાં કાઉન્સેલિંગ બાદ બંને પક્ષો વચ્ચે આ પ્રમાણેની સમજૂતી થઈ છે. આ પછી મહિલા તેના પતિ સાથે રહેવા માટે ચાલી ગઈ હતી.

માઝોલાના કરુલામાં રહેતી એક મહિલાએ SSP ઓફિસમાં અરજી આપી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા તેના લગ્ન એક પેઢીમાં કામ કરતા યુવક સાથે થયા હતા. પતિ-પત્ની બાળકો સાથે એક ભાડાના મકાનમાં રહે છે. પતિ તેની બહેન અને માતાની ઉશ્કેરણી પર તેના પર હુમલો કરે છે.

જ્યારે હું ઘરના ખર્ચ માટે પૈસા માંગું છું, ત્યારે પતિ ઘર છોડીને તેની બહેનના ઘરે ચાલ્યો જાય છે. મહિલાએ માંગણી કરી હતી કે, જો પતિ પોતાનું આ પ્રકારનું વર્તન ન બદલશે નહીં તો તે તેને છૂટાછેડા આપી દેશે. મહિલાનો પ્રાર્થના પત્ર નારી ઉત્થાન કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. અહીં બંને પક્ષકારોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં ઝઘડાનું મૂળ કારણ પતિની બહેન અને માતા છે. જો પતિ તેની માતા અને બહેન સાથે સબંધ રાખશે તો તે તેની સાથે રહેશે નહીં. પતિએ કહ્યું કે, તે તેની માતા અને બહેન સાથે સબંધ નહીં રાખે. ત્યારબાદ મહિલાએ તેના પતિને તેની માતા અને બહેનનો મોબાઈલ નંબર બ્લોક કરવા કહ્યું.

જેના પર પતિએ તેની માતા અને બહેન બંનેના નંબર બ્લોક કરી દીધા હતા. આ પછી મહિલા તેના પતિ સાથે રહેવા માટે રાજી થઈ ગઈ હતી. નારી ઉત્થાન કેન્દ્રના પ્રભારી સંદિપા ચૌધરીએ જણાવ્યું કે, કાઉન્સેલિંગ બાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. પતિ-પત્ની બંને સાથે રહેવા સંમત થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp