પતિએ સાથ છોડી દેતા પાછળ પાછળ પત્ની પણ મોતને ભેટી, દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા

PC: patrika.com

શ્રીબાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારના થલંજુ ગામમાં એક માર્ગ અકસ્માતમાં પતિ મુકુનારામ (23)ના મૃત્યુના બે દિવસ બાદ પત્ની પૂજા (20)એ બુધવારે મોડી રાત્રે પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી હતી. બંનેના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા થયા હતા. ભાગ્યે જ ચોથી વખત પૂજા તેના સાસરે આવી હતી. સોમવારે તે તેના પતિ સાથે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી હતી.

રસ્તામાં ભજન ગાયક ઓમ મુંડેલની લક્ઝરી કારની ટક્કરે પહેલા તેમના પતિ મુકુનારામે શ્વાસ ગુમાવ્યો હતો. જેનાથી તણાવમાં આવેલી પૂજાએ પણ પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. કેટલાક સ્થાનિક લોકોએ શરૂઆતમાં અકસ્માતની તપાસ અને આરોપીઓની ધરપકડની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ ત્યાર પછી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. SDM સુનીલ પંવાર અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

સદર પોલીસ સ્ટેશનના ASI મહાવીર સિંહે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યાના સુમારે સુખવાસી અને સિંગદ વચ્ચે નાયરા પેટ્રોલ પંપ પાસે મુકુનારામની બાઇકને ખોટી દિશામાં આવી રહેલી લક્ઝરી કારે ટક્કર મારી હતી. પોલીસ ગોકુલરામ સાથે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ મુકુનારામ અને પૂજાને હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં મુકુનારામનું મૃત્યુ થયું હતું, જ્યારે પૂજા ઘાયલ થઈ ગઈ હતી.

પતિના મૃત્યુથી દુઃખી થયેલી પૂજા વારંવાર બેભાન થતી રહી. બુધવારે મોડી રાત્રે ખબર નહિ ક્યારે પાણીના ટાંકા પાસે જઈને તેમાં તે કૂદી ગઈ હતી. અને તેનું મૃત્યુ ક્યારે થયું તેની ખબર પણ નથી. માહિતી મળતાં જ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મહેન્દ્ર સિંહ પલાવત ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા. બંને પક્ષોની હાજરીમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો.

જ્યારે પોલીસે અકસ્માતના CCTV ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું, ત્યારે વાહનની ઓળખ થઈ હતી. આ વાહન ભજન ગાયક ઓમ મુંડેલના નામે છે, પોલીસે વાહન કબજે કરી ડ્રાઈવર મુકેશની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવે છે કે, મુંડેલ પોતે તેના સાથીઓ સાથે કારમાં સવાર હતા, ઘાયલોને હોસ્પિટલ લઈ જવાને બદલે તે પોતે જ સ્થળ પરથી નીકળી ગયા હતા અને ત્યાર પછી પૂછપરછમાં અલગ-અલગ રીતે વાતો કરતા મામલાને શંકાસ્પદ બનાવી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp