26th January selfie contest

હત્યા બાદ શહઝાદ બન્યો ભિખારી, કારથી ભીખ માંગવા જતો, વર્ષો સુધી પોલીસને છેતરી

PC: jansatta.com

હત્યાના આરોપીએ પોલીસથી બચવા માટે ત્રણ વર્ષ સુધી ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. આ દરમિયાન, પોતાની ઓળખ બદલવા માટે, તેણે ગાઝિયાબાદની સડકો પર વિકલાંગ વ્યક્તિ સાથે રહીને ભિખારી તરીકે કામ કર્યું. આ વ્યક્તિનું નામ શહઝાદ (33) છે અને તે જેની સાથે કામ કરતો હતો તેનું નામ ફૂલ હસન છે. જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ પર કોઈ કાર અટકે છે, ત્યારે તે લાગણીશીલ લોકોને અપીલ કરવા માટે લાકડાની કાંખઘોડીનો ઉપયોગ કરવાવાળા હસનનો ઉપયોગ કરતો હતો અને તેઓ આખા દિવસના કમાયેલા પૈસા એકબીજાથી વહેંચી લેતા હતા.

જો કે, તેની આ યુક્તિ ઘણા દિવસો સુધી ચાલી શકી નહીં અને આખરે પોલીસ શહઝાદ સુધી પહોંચી. શહઝાદે 2019માં ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં કથિત રીતે એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. તેના સાથી, એડવોકેટની થોડા મહિના પછી ધરપકડ કરવામાં આવી હતી, શહઝાદ ફરાર રહ્યો હતો અને તેને ઘોષિત અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેણે વારંવાર તેનું સ્થાન બદલીને પોતાને સંતાડતો હતો, પરંતુ પાછળથી તપાસકર્તાઓને એવી સૂચના મળી કે, તે તેના પરિવાર- તેની પત્ની અને 60 વર્ષીય પિતા સાથે કાયમી ધોરણે ગંગા વિહાર, ગાઝિયાબાદના એક ઘરમાં રહેવા ગયો છે. અધિકારીએ કહ્યું, 'ત્રણ વર્ષ દરમિયાન, અમે આરોપી પર ટેકનિકલ દેખરેખ રાખી અને તેના ચોક્કસ ઘરને શોધવાનો પ્રયાસ કર્યો. અમને પાછળથી ખબર પડી કે, તેની પાસે સેન્ટ્રો છે, જેમાં તે ઘણી જગ્યાએ ફરે છે.'

અન્ય એક અધિકારીએ કહ્યું કે, તેના ઘરને ટ્રેસ કર્યા પછી, પડોશીઓ અને મકાનમાલિકની પૂછપરછ કરવામાં આવી હતી, જેમણે પુષ્ટિ કરી હતી કે, શહઝાદ સવારે તેનું વાહન લઇને નીકળતો હતો અને સાંજે પાછો આવતો હતો. આ વિસ્તારના CCTV ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને એક સેન્ટ્રો કાર આ વિસ્તારમાં ઘણા મોટા ટ્રાફિક જંકશન પરથી પસાર થતી જોવા મળી હતી.

દુકાનના માલિકો અને સ્થળ પરથી પસાર થતા કેટલાક સામાન્ય લોકોને શહેઝાદની ઓળખ વિશે પૂછવામાં આવ્યું અને તેઓએ પોલીસને જણાવ્યું કે, તે પોતાની કાર અમુક અંતરે પાર્ક કરતો હતો, જૂના અને ફાટેલા કપડા પહેરતો હતો અને હસનને મળતો હતો. આ પછી બંને સાંજ સુધી વિસ્તારમાં ભીડભાડવાળી જગ્યાએ ભીખ માગતા હતા.

અન્ય ભિખારીઓ પાસેથી પણ માહિતી મેળવ્યા પછી, સબ-ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર માથુર, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અશોક, બાલ કૃષ્ણ, હેડ કોન્સ્ટેબલ મહેશની આગેવાની હેઠળ ઇન્સ્પેક્ટર સતીશ મલિક અને ACP વિવેક ત્યાગીની ટીમે પેટ્રોલ પંપની આસપાસ છટકું ગોઠવ્યું જ્યાં શહજાદ અને હસન હંમેશા ભીખ માંગતા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, હસને તેમને કહ્યું કે તે શહજાદના પાછલા ભૂતકાળ વિશે જાણતો નથી.

અધિકારીએ જણાવ્યું કે, શહજાદ અને હસન અમુક સારા દિવસોએ લગભગ 2,000 રૂપિયાની કમાણી કરી લેતા હતાં. DCP (ક્રાઈમ) વિચિત્ર વીરે કહ્યું, 'શહેઝાદ આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે, પરંતુ તે શારીરિક રીતે મજબૂત હોવાના કારણે તેણે બાઉન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને આખરે ખરાબ તત્વોના સંપર્કમાં આવ્યો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp