PM મોદી દ્વારા નવી સંસદના ઉદઘાટન પછી હવે કોનો વારો?

PC: news18.com

રવિવારે નવા સંસદ ભવનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કર્યું એ જ દિવસે રામ મંદિર ટ્રસ્ટે મંદિર નિર્માણની તસ્વીરો શેર કરી છે એટલે એવું માનવામાં આવી રહ્યુ છે કે નવા સંસદ ભવન પછી અયોધ્યા રામ મંદિરનો વારો આવશે. રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઇ ગયું છે અને લોકસભાની ચૂંટણી પહેલાં લોકો માટે ખુલ્લું મુકાશે.

ભારે વિવાદો પછી રવિવારે નવા સંસદની નવનિર્મિત ઈમારતનું ઉદઘાટન થઇ ગયું છે હવે વારો છે રામ મંદિરનો. અયોધ્યામાં જે ઝડપે મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર છે. રામ મંદિર ટ્રસ્ટે બાંધકામ સ્થળની તાજેતરની તસવીરો શેર કરી છે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટની તાજી તસવીરો સામે આવી છે, જેમાં રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોક લગભગ તૈયાર થઈ ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શેર કરી છે, જે શ્રી રામ મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે.અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધીમાં ભક્તો માટે ખુલ્લું મુકવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

અગાઉ 22 મેના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મિશ્રાએ કહ્યું કે મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવે સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પહેલા તબક્કામાં અન્ય કાર્યોની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર 5 મંડપ બનાવવામાં આવશે.

જે દિવસે રામ મંદિર નિર્માણ સ્થળની તાજેતરની તસવીરો એ જ દિવસે સામે આવી જ્યારે એ જ રવિવારે, 28મીને દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની નવનિર્મિત ઇમારતનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, તે 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. આજે આખી દુનિયા ભારતને આદર અને સન્માન ભાવથી જોઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારત આગળ વધી રહ્યું છે તો દુનિયા આગળ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp