બદલવામાં આવ્યું જમા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ, યોગીની ટ્વીટનો ઉલ્લેખ કરી..

PC: livemint.com

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રાના એક મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત કરી દીધી છે. બુધવાર 26 જુલાઇના રોજ યોગી આદિત્યનાથે આગ્રા અને મથુરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને ફતેહાબાદ સ્થિત તાજ ઈસ્ટ ગેટના મેટ્રો સ્ટેશન પર મેટ્રોની હાઇ સ્પીડ ટ્રાયલ રનનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત કરી દીધી હતી. આગ્રા મેટ્રો પ્રોજેક્ટના કાયમનું નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કામના વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, આગ્રા મેટ્રો રેલ પરિયોજનાના કામની સમય સીમા ઑગસ્ટ 2024 રાખવામાં આવી હતી, પરંતુ જેટલી તેજીથી કામ ચાલી રહ્યું છે તેનાથી લાગે છે કે તે ફેબ્રુઆરી 2024માં જ બનીને તૈયાર થઈ જશે. ટ્રાયલ રનની શરૂઆત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્વર મંદિર સ્ટેશન કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણય પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

વિકી નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, શુભેચ્છા ઉત્તર પ્રદેશવાળાઓ, બસ એવી જ રીતે વિકાસ કરીશું, મજા લો. અર્પણા નામના યુઝરે લખ્યું કે, જે કાલ સુધી અન્ય લોકોને નામ બદલવા પર સલાહ આપતા હતા, આજે જોયું તો પોતે જ નામ બદલી દીધા. એક અન્ય યુઝરે લખ્યું કે, એક દિવસ અગાઉ યોગીએ કહ્યું હતું કે, કાગડાનું નામ હંસ રાખી દો તો તેનો સ્વભાવ નહીં બદલાઈ જાય. મહેશ કુમાર નામના યુઝરે લખ્યું કે, મુખ્યમંત્રી મહોદય નામ બદલાવાથી સ્થિતિ બદલાતા નથી, સ્થિતિ બદલવી હોય તો પોતાને બદલો, પોતાની દિનચર્યા બદલો. પોતાની કામ કરવાની રીત બદલો.

વિક્રાંત નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, થોડા દિવસ અગાઉ યોગીજી બોલી રહ્યા હતા કે નામ બદલવાથી ભાગ્ય બદલાતું નથી, તો સ્ટેશનનું નામ બદલવાનો શું ફાયદો? તો કેટલાક લોકોએ ટ્વીટ કરીને કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોએ આ સ્ટેશનનું નામ બદલવાની માગ કરી હતી, મુખ્યમંત્રી યોગીજીએ તેને ધ્યાનમાં લીધું તેના માટે આભાર.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષના ગઠબંધન UPAમાંથી I.N.D.I.A. રાખવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘કાગડો પોતાનું નામ હંસ રાખી લે તો પણ મોટી નહીં વણે. અમાસની કાળી રાતને પૂર્ણિમાનું નામ બદલવાથી તે શીતળ અને પ્રકાશવાન નહીં થઈ જાય. નામ બદળવાથી તેનો મૂળ સ્વભાવ નહીં બદલાઈ જાય. એવામાં I.N.D.I.A. નામ લગાવવાથી આત્મા અને સંસ્કારમાં રચેલી-વસેલી વિભાજનકારી વિચાર અને ભારત વિરોધી દૃષ્ટિ સમાપ્ત નહીં થાય. એવામાં હવે લોકો આગ્રાના મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત થઈ તો લોકો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેનો જ સંદર્ભ આપીને કટાક્ષ કરવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp