ચાલુ ફ્લાઇટમાં 2 વર્ષીય બાળકીની સફળ હાર્ટ સર્જરી, એમ્સના 5 ડૉક્ટરોની કમાલ

PC: twitter.com

બેંગલોરથી દિલ્હી જઇ રહેલી ફ્લાઇટમાં રવિવારે સાંજે એક ચમત્કાર જોવા મળ્યો. જ્યારે બે વર્ષની બાળકીની તબિયત બગડી અને એજ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા 5 ડૉક્ટર્સે ફ્લાઇટમાં જ બાળકીની સારવાર કરી દીધી. એમ્સના ડૉક્ટરોની આ સર્જરીને કારણે બે વર્ષીય બાળકીનો જીવ બચી ગયો.

મામલો શું

રવિવારે સાંજે બેંગલોરથી વિસ્તારાની યૂકે-814 ફ્લાઇટ દિલ્હી માટે જઇ રહી હતી. ચાલતી ફ્લાઇટમાં ઈમરજેન્સી કોલની જાહેરાત થઇ. 2 વર્ષની બાળકી જે સિયાનોટિક બીમારીથી પીડિત હતી તે બેભાન થઇ જાય છે. ફ્લાઇટમાં બાળકીની હાલત બગડી જાય છે. આ દરમિયાન તેની પલ્સ ગાયબ હતી અને હાથ-પગ પણ ઠંડા પડી ગયા હતા. જ્યારે ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો તો ફ્લાઇટમાં મોજૂદ એમ્સના ડૉક્ટર્સ મદદ માટે આગળ આવ્યા.

ત્યાં મોજૂદ ડૉક્ટર્સે બાળકીને CPR આપવાનું શરૂ કર્યું અને તેમની પાસે જે પણ સંસાધન હતા તેની સાથે કામ કર્યું. આ દરમિયાન ફ્લાઇટમાં જ IV કેનુલા આપવામાં આવી અને ડૉક્ટર્સે ઈમરજન્સી પ્રોસેસ સ્ટાર્ટ કરી. મુશ્કેલી ત્યારે વધી જ્યારે સારવાર દરમિયાન બાળકીને કાર્ડિએક અરેસ્ટ આવ્યો અને ત્યાર પછી AEDનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન લગભગ 45 મિનિટ સુધી ડૉક્ટરોએ બાળકીની ટ્રીટમેન્ટ કરી. તે સમયે ડૉક્ટરો પાસે જે પણ સંસાધનો હતા તેના દ્વારા બાળકીનો જીવ બચાવવામાં આવ્યો. 45 મિનિટ સુધી સારવાર થયા પછી ફ્લાઇટને નાગપુર મોકલવામાં આવી અને ત્યાં ચાઇલ્ડ સ્પેશ્યિલિસ્ટને બાળકી સોંપવામાં આવી. બાળકીની સ્થિતિ હવે સ્થિર છે.

આ પાંચ ડૉક્ટરો હતા સામેલ

એમ્સના જે પાંચ ડૉક્ટરો આ ચમત્કારમાં સામેલ હતા, તેમાં એનેસ્થીસિયા વિભાગની ડૉ. નવદીપ કૌર, એસઆર કાર્ડિએક રેડિયોલોજી ડૉ. દમનદીપ સિંહ, પૂર્વ એસઆર એમ્સ રેડિયોલોજી ડૉ.ઋષભ જૈન, પૂર્વ એસઆર એમ્સ ઓબીજી ડૉ. ઓઈશિકા અને એસાર કાર્ડિયાક રેડિયોલોજી ડૉ. અવિચલા ટેક્સક સામેલ હતા.

બાળકીને કઇ બીમારી

આ બે વર્ષીય બાળકી સિયાનોટિક બીમારીથી ઝઝૂમી રહી છે. જે જન્મજાત બીમારી છે. જેમાં હાર્ટની આર્ટરીઝ અને શરીરમાં ઓક્સિજનની અછત થવા લાગે છે. તેને કારણે શરીર ઠંડુ પડવા લાગે છે અને કલર પણ બદલાઇ જાય છે. અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સમયસર ટ્રીટમેન્ટ ન મળવાને લીધે મોત પણ થઇ શકે છે. આ પરેશાનીને કોન્ઝેનિટલ હાર્ટ ડિસીઝ કહેવામાં આવે છે. ઘણાં કેસોમાં બાળકના જન્મ પછી આ બીમારીના લક્ષણો સામે આવતા નથી. એવામાં જરૂરી છે કે પ્રેગ્નેંસી સમયે મહિલા તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

આ બીમારી ફેમેલી હિસ્ટ્રી કે પ્રેગ્નેંસી દરમિયાન કોઇ વાયરલ સંક્રમણને કારમે બાળકને થઇ જાય છે. જેમાં બાળકની હાર્ટરેટ વધી જાય છે, સ્કીનનો રંગ પીળો થવા લાગે છે અને ઓર્ગનમાં સોજા આવી જાય છે. આ એક જીવલેણ બીમારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp