એર એશિયાના CEO ચાલુ મિટિંગમાં ખુલ્લા શરીરે બોડી મસાજ કરાવ્યું,વાહ, શું લાઇફ છે
એર એશિયાના CEO અત્યારે સોશિયલ મીડિયમાં જબરદસ્ત ચર્ચામાં છે. તેમની એક તસ્વીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. કંપનીના મેનેજમેન્ટ મિટીંગ ચાલી રહી હતી ત્યારે CEOએ ખુલ્લા શરીરે બોડી મસાજ કરાવ્યું હતું. પાછી આ તસ્વીરે તેમણે Linkedin પર શેર પણ કરી.
કામ એવું કરો કે ચાર લોકો ચર્ચા કરે, આ વાતને ચરમ પર લઉ જવાનું કામ એર એશિયના CEO ટોની ફર્નાન્ડિઝે કર્યું છે. કંપની મેનેજમેન્ટની મિટીંગમાં CEO ટોની કપડાં ઉતારીને બોડી મસાજ કરતા નજરે પડ્યા. તેમણે સોશિયલ મીડિયા વેબસાઈટ Linkedin પર પોતાનો ઉન્મત્ત અનુભવ શેર કર્યો અને હવે તેઓ ખરાબ રીતે ફસાઇ ગયા છે, કારણકે સોશિયલ મીડિયા પર આ તસ્વીર જબરદસ્ત વાયરલ થઇ ગઇ છે. લોકોએ કહ્યું, વાહ, શું લાઇફ છે.
Veranita Yosephine
Linkedin પર એક ફોટો પોસ્ટ કરતા તેમણે પોતાની કંપનીના વર્ક કલ્ચર પર લખ્યું હતું કે, એર એશિયા ઇન્ડોનેશિયાના CEO વેરાનિતા બોડી મસાજ કરવાનું સૂચન કર્યું હતું.ઈન્ડોનેશિયા અને એર એશિયાના કલ્ચરની દાદ આપવી પડે. હું એક જ સમયે મસાજ અને મેનેજમેન્ટ મીટિંગ કરી શકું છું.
ટોની ફર્નાન્ડિઝે આગળ લખ્યું કે, તેમની કંપની પ્રગતિ કરી રહી છે. 'કેપિટલ A' શ્રેણીનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, તેના પર મને ગર્વ છે.
એર એશિયાના CEO ટોની ફર્નાન્ડિઝને તો ગર્વ છે, પરંતુ સામાન્ય લોકો અને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોએ જુદા જુદા અભિપ્રાય આપ્યા હતા.ચંદ્રદાસ નામના યૂઝરે લખ્યું કે, વાહ,શું લાઇફ છે. જો તમારી કંપનીની રિવ્યૂ મિટિંગ દરમિયાન બધા કર્મચારીઓ આવું કરવા માંડે તો?
અજય વૈષ્ણવ નામના એક યૂઝરે લખ્યુ કે, મને એ વાત જાણવામાં વધારે રસ છે કે મિટિંગ દરમિયાન બાકીના લોકોએ પ્રેસર કેવી રીતે મેનેજ કર્યું હશે.
કાર્લ નામના એક યૂઝરે એર એશિયાના વર્ક કલ્ચર પર કોમેન્ટ કરતા કહ્યું કે,તમે જ્યારે કહ્યુ કે એર એશિયામાં વર્ક કલ્ચર ઓપન છે, તો મેં આટલું પણ ઓપન હશે એવું સમજ્યું નહોતું.
શર્ટલેસ મસાજ અને વર્ક કલ્ચર વિશે એર એશિયાના CEO ટોની ફર્નાન્ડીઝની પોસ્ટ પર ઘણા લોકોએ લખ્યું કે જ્યારે મેં એક મીટિંગમાં આવું કર્યું તો મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ઘણા લોકોએ આનો આનંદ લીધો અને કહ્યું કે જો તમે આ બધું લિંક્ડિન પર પોસ્ટ કર્યું હોત તો તમારી નોકરી બચી ગઈ હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp