હાથમાં દોઢ કિલો સોનુ લપેટીને એરપોર્ટમાંથી નીકળવાની ફિરાકમાં હતો કેબિન ક્રૂ, પણ..

PC: https://twitter.com/ANI

કસ્ટમ વિભાગે કોચિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 1.4 કિલોગ્રામ કરતા વધુ સોનાની તસ્કરી કરવાના આરોપમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાનના એક ક્રૂની ધરપકડ કરી છે. બહરીન-કોઝિકોડ-કોચિ એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનના ચાલક દળના સભ્યની પાસેથી બુધવારે સોનું મળી આવ્યું હતું, ત્યારબાદ કસ્ટમ અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી.

કસ્ટમ વિભાગે કેબિન ક્રૂની પાસેથી 1487 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. કેબિન ક્રૂ પોતાના યુનિફોર્મની અંદર સોનાની તસ્કરી કરીને લઈ જઈ રહ્યો હતો. વાયનાડમાં રહેતા શફી શરાફે પોતાના યુનિફોર્મની બાંયની અંદર આ સોનું લપેટીને રાખ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, સોનાની તસ્કરીનો આરોપસર બુધવારે કોચિ એરપોર્ટ પર એર ઈન્ડિયાના કેબિન ક્રૂની ધરપકડ કરવામાં આવી છે.

કસ્ટમ વિભાગના અધિકારીઓને એ સૂચના મળી હતી કે, બહરીન-કોઝિકોડ-કોચિની ફ્લાઇટનો એક કેબિન ક્રૂ શફી શરાફ સોનું લઈને આવી રહ્યો છે. આરોપીએ પોતાના હાથોમાં સોનું લપેટીને તેની ઉપર શર્ટની બાંય ઢાંકીને ગ્રીન ચેનલમાંથી પસાર થવાની યોજના બનાવી હતી. જોકે, તે તેમા સફળ ના થઈ શક્યો. અધિકારીઓએ જાણકારીમાં કહ્યું છે કે, શફીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ANI દ્વારા તસવીરો શેર કરવામાં આવી રહી છે, જેમા દેખાઈ રહ્યું છે કે શફીએ કઈ રીતે સોનાના લેપને પોતાના હાથ પર લપેટ્યું છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું કે, ધરપકડ કરાયેલ કર્મચારીને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વિમાન કંપનીએ કહ્યું કે, આ પ્રકારનો વ્યવહાર ક્યારેય સાંખી ના લઈ શકાય. તપાસ અધિકારીઓ પાસેથી રિપોર્ટ મેળવ્યા બાદ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં પણ આવી શકે છે.

આ પહેલા 7 માર્ચે દિલ્હી IGI એરપોર્ટ પર તહેનાત કસ્ટમ અધિકારીઓએ સોનાની તસ્કરી કરવાના મામલામાં એક કેન્યાના નાગરિકની ધરપકડ કરી હતી. અધિકારીઓએ તેની પાસેથી ઓક્સિજન કંન્સન્ટ્રેટરની બેગમાંથી સોનાની સાત ઈંટો જપ્ત કરી હતી. તેનું વજન આશરે સાત કિલો જણાવવામાં આવી રહ્યું છે. તેમજ, પશ્ચિમ બંગાળમાં પણ BSFએ 2.57 કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, IGI એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલો આરોપી મેડિકલ પ્રોફેશનલ છે. તે ગંભીરરીતે બીમાર એક ચાર મહિનાના બાળકને મદદ આપવાના નામ પર યાત્રા કરી રહ્યો હતો અને ચિકિત્સકિય મદદના નામ પર પોર્ટેબલ ઓક્સિજન કંન્સન્ટ્રેટર પોતાની સાથે લઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp