એર ઇન્ડિયાના પાયલટ રતન ટાટાના દ્વારે, કહ્યું- કંપની સાંભળતી નથી, શું છે વિવાદ?

PC: india.com

ટાટા જૂથની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાના પાયલોટોએ મંગળવારે પગાર માળખું બદલવાના મેનેજમેન્ટના નિર્ણય પછી આ સમસ્યાને ઉકેલવા માટે રતન ટાટાના હસ્તક્ષેપની માંગ કરી હતી. એર ઈન્ડિયાના 1,500 થી વધુ પાયલટો દ્વારા હસ્તાક્ષર કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે  હાલનું HR ડિપાર્મેટમેન્ટ પાયલોટોની ચિંતા સાંભળતુ નથી. એર ઈન્ડિયાએ 17 એપ્રિલે તેના પાયલોટ અને ક્રૂ મેમ્બર માટે વળતરનું સુધારેલું માળખું રજૂ કર્યું હતું.

જો કે, તેને Commercial Pilots Association of India  અને Indian Pilot Guild  આ બંને પાયલોટ એસોસિયેશન દ્વારા નવા માળખાને નકારી કાઢવામાં આવ્યું હતું. બંને યુનિયનોનું કહેવું છે કે એરલાઇન દ્વારા શ્રમ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને નવા કરાર કરતા પહેલા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. બંને યુનિયનોએ તેમના સભ્યોને સુધારેલા કરાર અને પગાર માળખા પર હસ્તાક્ષર ન કરવા અને એનો અસ્વીકાર કરવા કહ્યું છે.

પાયલોટોએ એ પછી રતન ટાટાને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા કામ અને ટાટા ગ્રુપમાં અમારા સ્થાનને લઇને ગર્વ મહેસુસ કરીએ છીએ. જો ક, અત્યારે અમારે HR વિભાગથી કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે એ વાત સમજી શકીએ છીએ કે એર ઇન્ડિયાની સામે હજુ કેટલાંક જટિલ પડકારો છે અને એનો ઉકેલ લાવવા માટે અમે કંપનીની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પરંતુ અમને લાગે છે કે અમારી ચિંતાઓને HR યોગ્ય રીતે સમજી શક્યું નથી.

એર ઇન્ડિયાએ 24 એપ્રિલે એક ટાઉન હોલ મીટિંગમાં કહ્યું હતું કે, સુધારેલી સેલરી સીસ્ટમ કાયદા હેઠળ જ છે. કંપનીએ કહ્યુ કે, કોન્ટ્રાક્ટમાં કોઇ પણ બદલાવ થયો છે તે કાયદાની મર્યાદામાં રહીને જ કરવામાં આવ્યો છે. જો તમને કોઇ એવું કહી રહ્યું હોય કે નવી સીસ્ટમ કાયદાની બહાર છે તે તે બિલકુલ ખોટું છે.

સંશોધિત વળતર પ્રણાલી હેઠળ, એર ઈન્ડિયાએ ગેરેન્ટેડ ફ્લાઈંગ એલાઉન્સ 20 કલાકથી વધારીને 40 કલાક કર્યું છે. આ વિવાદનું મૂળ બની ગયું છે. ખરેખર, કોવિડ-19 રોગચાળા પહેલા ફ્લાઈંગ એલાઉન્સ 70 કલાકનું હતું. આ ઉપરાંત પાયલટોને તેમની સેવાના વર્ષોના આધારે કોન્ટ્રાક્ટમાં સર્વિસ રિવોર્ડ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp