67 વર્ષીય રામકલીનું 28 વર્ષીય ભોલૂ પર આવ્યું દિલ, લિવ ઇનમાં રહેવા નોટરી કરાવી

On

ઉંમર માત્ર એક નંબર છે અને સાચા પ્રેમમાં ઉંમરનું કોઈ બંધન હોતું નથી. પ્રેમ આંધળો હોય છે તે નથી જોતો અમીરી-ગરીબી કે ઉંમર જેવી અનેક કહેવતો પ્રેમ પર બનાવાઇ છે. આ વાતો તમે ઘણી વખત સાંભળી હશે પરંતુ અસલી જિંદગીમાં પણ કેટલાક પ્રેમી ઉંમરના બંધનોને પાછળ છોડીને પ્રેમના માર્ગે આગળ વધે છે. એવી જ એક ઘટના મધ્ય પ્રદેશથી સામે આવી છે. મૂરેના જિલ્લાની રહેવાસી 67 વર્ષીય રામકલીને 28 વર્ષીય યુવક સાથે પ્રેમ થઈ ગયો અને બંને હવે લિવ ઇનમાં રહે છે. મહિલા અને યુવક બંને એક-બીજાને પ્રેમ કરે છે પરંતુ લગ્ન કરવા માંગતા નથી. બંનેએ લિવ ઇનમાં માન્યતા લેવા માટે ગ્વાલિયર જિલ્લા કોર્ટમાં નોટરી રજૂ કરી છે.

એડવોકેટ દિલીપ અવસ્થીએ જણાવ્યું કે કપલ મૂરેના જિલ્લાના કૈલારસનું રહેવાસી છે. 67 વર્ષીય રામકલી અને ભોલૂ એક-બીજાને પ્રેમ કરે છે અને એક-બીજા સાથે રહેવા માંગે છે પરંતુ લગ્ન કરવા માંગતું નથી. લિવ ઇનમાં રહેવા દરમિયાન કોઈ વિવાદ ન થાય એટલે બંનેએ નોટરી કરાવી છે. કપલ ગ્વાલિયરના જિલ્લા કોર્ટમાં પહોંચ્યું જ્યાં તેમણે લિવ ઇન રિલેશન રહેવા માટે પોતાના દસ્તાવેજ સાથે લઈ ગયા અને ત્યાં નોટરી કરાવી.  એ બંનેએ જણાવ્યું કે એવા કપલ વિવાદોથી બચવા માટે લિવ ઇન રિલેશનની નોટરી કરાવે છે પરંતુ કાયદાકીય રૂપે એવા દસ્તાવેજ માન્ય નથી.

કોન્ટેક્ટ એક્ટ માત્ર ઇસ્લામમાં માન્ય હોય છે. કોન્ટેક્ટ હિન્દ મેરેજ એક્ટની શ્રેણીમાં આવતો નથી. હાલમાં જે પણ 67 વર્ષીય રામકલીની 28 વર્ષીય ભોલૂ સાથે પ્રેમ કહાની ચર્ચાઓમાં આવી ગઈ છે. આજ કાલ મહિલા અને પુરુષ જ્યારે લિવ ઇનમાં રહે છે તો કેટલીક વખત તેમની વચ્ચે મતભેદ થવા લાગે છે. જ્યારે લિવ ઇન કપલ અલગ થાય કે પછી ઉંમરમાં ફરક હોય તો એવામાં લિવ ઇન કપલ વચ્ચે વિવાદ વધારે થઇ જાય છે. તો કેટલાક કપલ વચ્ચે એક-બીજાની નોકરીને લઈને પણ મહત્ત્વનો ટકરાવ થવા લાગે છે. પછી આ મામલા પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. આ જ કારણ છે કે એવા કપલ વિવાદોથી બચવા માટે લિવ ઇન નોટરી કરાવે છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.