અજમેર શરીફ દરગાહના દિવાને કહ્યું- કેટલાક લોકો CAAના નામે મુસલમાનોને...

નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની દેશભરમાં ચર્ચા છે ત્યારે અજમેર શરીફ દરગાહના દિવાને આ વિશે એક મોટું નિવેદન આપ્યું છે દિવાન સૈયદ જૈનુલ આબેદીને કહ્યું છે કે, કેટલાંક લોકો CAAના નામ પર મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. આવા લોકોને મારી સલાહ છે કે પહેલાં દેશનો કાયદો બરાબર વાંચી લે.
તેમણે કહ્યું કે, આપણા દેશમાં નાગરિકતા આપવાની વાત કરવામાં આવે છે, કોઇની નાગરિકતા છીનવી લેવાની વાત કરવામાં આવતી નથી. સાથે તેમણે એમ પણ કહ્યું કે, મથુરા જેવા વિવાદો કોર્ટમાં ઢસડી જવાને બદલે વાતચીતના માધ્યમથી તેનો ઉકેલ લાવવો જોઇએ. આજે આપણો દેશ વસુધૈવ કુંટબકમની સભ્યતા અને શાંતિની વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારી પેઢીએ અનેક ધાર્મિક વિવાદોનો સામનો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp