ગુજરાત આવીને અખિલેશ યાદવે સમજાવી EDની પરીભાષા

PC: twitter.com

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારે અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે CBI અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના બહાને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે તપાસ એજન્સીઓની છાપેમારી પર કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર આ સમયે પૂર્વવર્તી કોંગ્રેસ સરકારની નીતિ પર કામ કરી રહી છે. જો આજે કોંગ્રેસ જમીન પર પહોંચી ગઈ છે, તો કાલે ભાજપ પણ જમીન પર પહોંચી હશે.

તેમણે કહ્યું કે ભાજપ સત્યનો માર્ગ ભૂલી ગઈ છે અને અહિંસાનો રસ્તો બુલ્ડોઝરે લઈ લીધો છે. આ દરમિયાન અખિલેશ યાદવે EDની પરિભાષા સમજાવી હતી. અખિલેશ યાદવે કહ્યું કે, ED છે એક્ઝામિન ઇન ડેમોક્રેસી, તમારે એ પરીક્ષામાંથી પસાર થવું પડશે. ભાજપ કોંગ્રેસના રસ્તે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ નવું કામ કરી રહી નથી. ઉલ્લેખનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને સંબંધીઓને ત્યાં EDની છાપેમારી ચાલી રહી છે. તેમાં સમાજવાદી પાર્ટીના નેતા જિતેન્દ્ર સિંહનું નામ પણ સામેલ છે, જે લાલુ પ્રસાદ યાદવના વેવાઈ પણ છે.

EDની કાર્યવાહીથી અખિલેશ યાદવ પણ નારાજ છે. તેમણે કહ્યું કે, CBI, ED અને ઇનકમ ટેક્સ પાસે છાપેમારી કરાવવાનું ભાજપનું કોઈ નવું કામ નથી. એક દિવસે ભાજપની પણ એ જ હાલત થશે, જે આજે કોંગ્રેસની છે. તેમનું નામ લેનારું કોઈ નહીં હોય. અખિલેશ યાદવે ગુજરાત સાથે ઉત્તર પ્રદેશનો જૂનો સંબંધ બતાવ્યો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગાંધીજીએ જન્મ લીધો, પરંતુ લોકો તેમને યમુનાના કિનારે યાદ કરે છે, ત્યાં જઈને સંકલ્પ લે છે. ભગવાન કૃષ્ણએ યમુનાના કિનારે જન્મ લીધો, પરંતુ છેલ્લા શ્વાસ ગુજરાતમાં લીધા હતા.

આ સંબંધ ઉત્તર પ્રદેશના લોકો અને યમુનાનો છે. સત્ય અને અહિંસાનો નારો ગાંધીજીએ આપ્યો હતો અને એ જ રસ્તે દુનિયા ચાલી, પરંતુ જ્યારથી દેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી છે, સત્ય અને અહિંસાનો માર્ગ ભૂલી ચૂકી છે. હવે અહિંસાનો રસ્તો બુલ્ડોઝરે લીધો છે.

તેમણે કહ્યું કે, ભાજપ પણ એ જ રસ્તો અપનાવી રહી છે, જેના પર કોંગ્રેસ ચાલતી હતી. CBI, ED, ઇનકમ ટેક્સ બધી કોંગ્રેસના ઇશારે ચાલતી હતી. હવે આ એજન્સીઓ ભાજપ સરકારના ઇશારા પર ચાલી રહી છે. કોંગ્રેસે ઘણા બધા નેતાઓ પર છાપેમારી કરાવી હતી, હવે ભાજપ કરાવી રહી છે. ભાજપ કયું નવું કામ કરાવી રહી છે. ગુજરાતના વેપારી જાણે છે કે, ઇનકમ ટેક્સ, ED, CBI સરકારના ઇશારે ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp