NDAને હરાવવાની તાકત માત્ર PDA પાસે છે, અખિલેશે યાદવે આપ્યો નવો ફોર્મ્યૂલા

વર્ષ 2023માં થનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજનૈતિક પાસા ફેકાવાની શરૂઆત થઇ ચૂકી છે. બધી પાર્ટીઓ પોતાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તો સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળા ગઠબંધન NDAને હરાવવાની તાકત PDA પાસે છે. લખનૌમાં એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં અખિલેશ યાદવે કહ્યું કે, જો મોટી રાષ્ટ્રીય પાર્ટીઓએ અમારું સમર્થન કર્યું તો ઉત્તર પ્રદેશમાં બધી 80 લોકસભાની સીટો પર ભાજપ હારી જશે.
અખિલેશ યાદવે કહ્યું કે, તેમનું હંમેશાં એવું માનવાનું રહ્યું છે કે કયા રાજ્યમાં કયું સહયોગી ગઠબંધન મજબૂત છે, તેના પર વિચાર કરતા સીટોની વહેંચણી નક્કી કરવી જોઈએ. તો વિપક્ષી એકતાને લઈને અખિલેશ યાદવે કહ્યું કે, તેમનો એકમાત્ર નારો છે ‘અસ્સી હરાઓ, ભાજપ હટાવો.’ વર્ષ 2017ની વિધાનસભા અને વર્ષ 2019માં સામાન્ય ચૂંટણીમાં ક્રમશઃ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી સાથે પોતાના ગઠબંધન બાબતે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, સમાજવાદી પાર્ટી હંમેશાં એક ઈમાનદાર અને મિલનસાર ગઠબંધનની સહયોગી રહી છે.
તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટી જ્યાં પણ ગઠબંધનમાં રહી છે, તમે અમારા સીટો માટે લડવા બાબતે સાંભળ્યું નહીં હોય. અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર પણ નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો કે, તે વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે જ્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ છે.
શું છે PDA?
અખિલેશ યાદવ હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં નવો રાજનૈતિક અધ્યાય લખવાની કવાયત કરી રહ્યા છે. તેમને લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી હટાવવા માટે નવો ફોર્મ્યૂલા આપ્યો છે. તેમણે PDAનો ઉલ્લેખ કર્યો છે. PDA એટલે કે પછાત, દલિત અને લઘુમતી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ હવે આદિવાસી વૉટબેંક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ 24 જૂનના રોજ મધ્ય પ્રદેશની સીમામાં આવતા ચિત્રકૂટ પ્રવાસ પર છે. જ્યાં તેઓ એક તીરથી બે પક્ષી મારવા સાથે આદિવાસી સમાજને મધ્ય પ્રદેશની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી બંનેમાં જ પોતાની તરફ કરવાના પ્રયાસમાં છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી વૉટબેંક પછાત વર્ગ (OBC) છે, લગભગ 52 ટકા પાછત વૉટબેંકમાંથી 43 ટકા વોટબેંક ગેર યાદવ જાતિની છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંખ્યા યાદવ અને બીજા નંબર પર કુર્મી સમુદાય છે. CSDSના આંકડાઓ મુજબ, OBC જાતિઓમાં યાદવોની વસ્તી કુલ 20 ટકા છે, જ્યારે રાજ્યની વસ્તીમાં યાદવોની ભાગીદારી 11 ટકા છે જે સમાજવાદીના પરંપરાગત વોટર માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટી દલિત વૉટર્સ પર ફોકસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં 22 ટકા દલિત વૉટર્સ છે.
દલિત ઉત્તર પ્રદેશમાં બે હિસ્સાઓમાં વહેચાયા છે. એક જાટવ જેની વસ્તી 55 ટકા, તો બીજો ગેર જાટવ જેવી વસ્તી 45 ટકા વસ્તી છે. ગેર જટાવ દલિત લગભગ 50-60 જાતિઓ અને પેટા જાતિઓ સામેલ છે. દલિત વૉટર્સ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં હંમેશાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ મિશન કાંશીરામને લઈને માહોલ બનાવવાની જવાબદારી સ્વામી પ્રસાદ મૌર્ય સાથે સાથે દલિત નેતા ઇન્દ્રજીત સરોજને આપી રાખી છે. એ સિવાય દલિત નેતા અવધેશ પ્રસાદને પણ અખિલેશ યાદવે જવાબદારી આપી રાખી છે.
દેશમાં મુસ્લિમોની વસ્તી 16.51 ટકા છે તો ઉત્તર પ્રદેશમાં લગભગ 20 ટકા મુસ્લિમ એટલે કે 3.84 કરોડ છે. પૂર્વાંચલના કેટલાક હિસ્સાઓમાં મુસ્લિમ છે તો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની મોટી સંખ્યા છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 26.21 ટકા વસ્તી મુસ્લિમની છે. વિસ્તારના 7 જિલ્લામાં મુસ્લિમોની વસ્તી 40 ટકા છે એ જ 7 જિલ્લામાં 6 જગ્યા પર મુસ્લિમ સાંસદ 2019માં ચૂંટાયા હતા. વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપને આ જ જિલ્લાઓમાં સમાજવાદી પાર્ટી સામે હાર મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp