અખિલેશ યાદવે ખોલી નાખ્યા પત્તા, જણાવ્યું- 2024ની ચૂંટણીમાં કોને આપશે સાથ

PC: ndtv.com

વર્ષ 2023 શરૂ થવાનો છે અને લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ જ બાકી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓએ પોત-પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, નેતાઓ ગુણા-ગણિત લગાવી રહ્યા છે. કઈ પાર્ટી કોને સાથ આપશે તેના માટે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે, દિલ્હીની ખુરશીનો રસ્તો UPમાંથી થઈને જ જાય છે. એવામાં UPની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના (SP) મુખ્યા અખિલેશ યાદવે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાના પત્તા ખોલી નાખ્યા છે. અખિલેશ યાદવે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં તેઓ કોને સાથ આપશે?

કોનો સાથ આપશે અખિલેશ યાદવ?

અહીં તમને જણાવી દઈએ કે, સપા સુપ્રીમો અખિલેશ યાદવ પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દૂરી બનાવી ચૂક્યા છે અને હવે તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાના પ્લાનનો ખુલાસો કરી દીધો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, જો ત્રીજો મોરચો બનશે તો તે તેને સાથ આપશે. આજે ભાજપથી બધા પરેશાન છે.

કોંગ્રેસથી સપા પ્રમુખે બનાવી દૂરી

હાલમાં જ અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેમને કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ નથી મળ્યું. જો કે, તેણે એમ પણ કહ્યું કે તેની યાત્રાની સાથે અમારી ભાવનાઓ છે. પછી અખિલેશે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, અખિલેશ યાદવ હવે કોંગ્રેસ-ભાજપ સિવાય જે મોરચો બનશે, તેની સાથે રહેશે.

અખિલેશે જણાવ્યું આ કારણ

અખિલેશ યાદવે આગળ કહ્યું કે, અમારી પાર્ટીનો સિદ્ધાંત અલગ છે, ભાજપ અને કોંગ્રેસ બંને એક છે. જો કે, કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે તેના તરફથી ભારત જોડો યાત્રામાં અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૌધરી સહિત બિન-ભાજપ પાર્ટીના નેતાઓને UPમા 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ અગાઉ, સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે અખિલેશ યાદવ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં  સામેલ નહીં થશે. સપાના કોઈ અન્ય નેતા યાત્રામાં સામેલ થવા પર તેમણે કહ્યું કે, આ અંગે ચર્ચા નથી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp