SP અનિરુદ્ધ સિંહનો 20 લાખ માગવાનો વીડિયો વાયરલ, પોલીસ અધિકારીએ જણાવ્યું સત્ય

PC: twitter.com/INCUttarPradesh

ઉત્તર પ્રદેશના એક IPS અધિકારીનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કોઈ વ્યક્તિ પાસે 20 લાખ રૂપિયા માગતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોને લઈને રાજકીય ગલિયારામાં પણ ધમાસાણ મચ્યું છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પણ વીડિયોને ટ્વીટ કરીને નિશાનો સાધ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ IPS અનિરુદ્ધ સિંહ છે, જે હાલના દિવસોમાં મેરઠમાં ફરજ બજાવે છે. ખુલ્લેઆમ એક વેપારીને પૂછી રહ્યા છે. આજે કેટલા મોકલી રહ્યા છો?

પછી તેઓ કહે છે કે મિનિમમ 20 મોકલો. આમ એટલું ધન એકલાએ પચાવવું કે ખાકી-સફેદીથી લઈને ભગવાધારી સુધી બધા મળીને ગળવાના છો? વીડિયો વાયરલ થયા બાદ સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર પ્રહાર કરતા સવાલ કર્યો કે, શું તેઓ આ અધિકારી વિરુદ્ધ બુલડોઝર ચલાવશે? સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે સરકારને ઘેરતા ટ્વીટ કરી કે, ‘ઉત્તર પ્રદેશમાં એક IPS અધિકારીની વસૂલીના આ વીડિયો બાદ શું બુલડોઝરની દિશા તેમની તરફ બદલાશે કે પછી ફરાર IPSની લિસ્ટમાં એક નામ વધુ જોડીને સંડોવાયેલી ભાજપ સરકાર આ કેસને રફેદફે કરાવી દેશે?

તેમણે 10 સેકન્ડનો એક વીડિયો શેર કરતા લખ્યું કે, ‘ઉત્તર પ્રદેશની જનતા જોઈ રહી છે કે આ છે ગુના પ્રત્યે ભાજપના ખોટી “ઝીરો ટોલરેન્સ”ની હકીકત.’ વીડિયો આવ્યા બાદ સંબંધિત અધિકારી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો વાયરલ વીડિયોને લઈને IPS અનિરુદ્ધ સિંહનું કહેવું છે કે, વીડિયો લગભગ દોઢ વર્ષ જૂનો છે, જ્યારે તેઓ ASP ચેતગંજ (વારાણસી) હતા. આ દરમિયાન સનબીમ સ્કૂલના માલિક પર રેપનો કેસ દાખલ થયો હતો. ત્યારબાદ આ વીડિયો સામે આવ્યો હતો.

તેના પર તેને ઇન્ટેલિજેન્સ તરીકે ASP મોકલી દેવામાં આવ્યો હતો અને વીડિયોની તપાસ શરૂ થઈ હતી. તેમાં તેમને કલીનચિટ મળી ગઈ હતી. ત્યારબાદ તેમની પોસ્ટિંગ ASP ફતેહપુર, પછી SP મેરઠ ગ્રામીણમાં થઈ. અનિરુદ્ધ સિંહે કહ્યું કે, લગભગ દોઢ વર્ષ જૂના કેસમાં આરોપી પક્ષ દ્વારા સતત ઇન્ફ્લૂએન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેને ટ્રેપ કરવા માટે વાતચીત કરવામાં આવી હતી. આ બધી વાતો ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં છે. જૂના વીડિયોને કોઈએ વાયરલ કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp